________________
>>>
ઘાતી કર્મોનો સંઘર્ષ : સમકિત મેળવવા માટે પુરુષાર્થ.
સમકિત મેળવવા તેને અનુરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વિવેક શક્તિ ખીલવવી પડે, દાનાંતરાય તોડવો પડે, લાભાંતરાયનો ક્ષય કરવો પડે. (સમકિત પ્રાપ્તિમાં આડખીલીરૂપ છે) ભોગ-ઉપભોગ અંતરાય ખપાવવા પડે. વીર્યંતરાયનો ક્ષયોપશમ કરવો પડે.
આ નવે નવ શક્તિઓનો સંચાર જરૂરી છે. આના માટે પ્રચંડ પુરુષાર્થ જોઈએ અને અવરોધો તૂટે છે.
આત્માનાં વિધેયાત્મક ગુણો :
અહિંસા : સંપૂર્ણ અહિંસા મોક્ષમાં જ છે. અયોગી કેવળીને ભાવ (કઠોરતા કષાયજન્ય પરિણામો) હિંસા નથી પણ દ્રવ્ય હિંસા ચાલુ જ હોય.
સૂક્ષ્મ નિગોદના જીવને સંપૂર્ણ દ્રવ્ય અહિંસા પરંતુ ત્યાં પણ ભાવ હિંસા છે જ એમ જ્ઞાનીઓ કહે છે. કોઈપણ જડ વસ્તુ જે વર્તમાનમાં દેખાય છે, તે ભૂતકાળના કોઈપણ જીવનું કલેવ૨ છે! મોક્ષના જીવ જગતના સઘળા જીવોને અભયદાન આપે છે.
સત્ય : કુદરતના હિતકારી નીતિ-નિયમોને અનુસરવું તેનું નામ સત્ય. જીવે અનાદિથી પારકા ઘરમાં ઘૂસણખોરી કરી છે તેનાથી આત્મા હેરાન થયો છે. કેવળજ્ઞાનીને મનથી અસત્ય નથી પણ વચન અને કાયાનું અસત્ય છે. (પુદ્ગલોને પોતાના ગણવાનું અસત્ય). દેહ હોવાથી દેહનું પાલન-પદ્રવ્યમાં આચરણ હોવાથી દ્રવ્ય અસત્ય છે.
સંપૂર્ણ સત્ય પ્રતિષ્ઠિત ફકત સિદ્ધો જ છે.
અચોર્ય : પુદ્ગલને ગ્રહણ ના ક૨વું તે. પુદ્ગલ કદી કોઈની માલિકીનું બની શકે નહીં. સિદ્ધોમાં સંપૂર્ણ અચૌર્ય.
માલિકી ઃ વસ્તુ તમારી ઈચ્છા મુજબ વર્તે તે. બ્રહ્મચર્ય ઃ પરને ભોગવવું તે અબ્રહ્મ છે. સિદ્ધોમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. અપરિગ્રહ : પુદ્ગલને ધારણ ન કરવું તે. મોક્ષમાં સંપૂર્ણ અપરિગ્રહ છે.
****************** 398 ******************