________________
સમકિતઃ મનની રુચિ પલટો માંગી લે છે. મનની ભ્રમણાઓ ટાળવાની છે. ૧. પુદ્ગલમાં સુખ નથી એવી અનૂભૂતિ. ૨. પુદ્ગલની દુનિયા પરની છે, સ્વની નથી.
૩. પર-પરિણતિઓમાં રમવું તે મારો સ્વભાવ નથી વગેરે. - સમિકત પામેલા જીવને શેમાં સુખ દેખાય? સંયમમાં.
લબ્ધિ સંપન્ન મહાત્માને એક ઈન્દ્રિયમાં પાંચ ઈન્દ્રિયોનું સુખ-શક્તિ આવી જાય છે. કાનથી જુએ, આંખથી સાંભળે, કેવળી મોક્ષની પૂર્ણતા જોઈ શકે પણ અનુભવે નહીં. સિદ્ધો મોક્ષની પૂર્ણતા અનુભવી શકે.
આત્માના અનંત ગુણોમાં મુખ્ય ગુણ વીતરાગતા.
મોહનીય કર્મના ક્ષય પછી જ આત્માને અનંત શક્તિઓ પ્રાપ્ત થાય. આને કારણે સિદ્ધ ભગવંતો નરકના દુઃખો જોતાં ભયભીત બને નહીં અને સ્વર્ગનાં ચરમસીમાના ભૌતિક સુખો જઈ હર્ષમય ન બને. આવેશ રહિત દશા છે.
મોહનો વિજય કરવાની અપેક્ષાએ કેવળી અને સિદ્ધો સરખા છે. વીતરાગતાને સમજવા કેવળીનું માનસ સમજવું જરૂરી છે. ભગવાન આદિનાથે ભરત અને બાહુબલીના યુદ્ધ સમયે આ જ કારણે એક નાની સરખી હિતશિક્ષા પણ નહોતી આપી. પોતે અલિપ્ત જ રહ્યા.
ભગવાનમાં પરના કલ્યાણની ભાવના નથી. પણ પરનું કલ્યાણ કરવાનું સામર્થ્ય-પ્રભાવ તો છે જ. કષાયયુક્ત જીવ જ્ઞાનનો આનંદ ના માણી શકે. ખરો આનંદ કષાય શૂન્ય જીવ જ માણી શકે. * બીજા સ્વરૂપાત્મક ગુણો : અગુરુલધુ, અમૂર્તપણું, અજરામરપણું,
અવ્યાબાધપણું. અગુરુલઘુ અર્થાત્ સમાનતા, ભેદભાવ રહિતતા.
મોક્ષમાં ગોત્ર કર્મનો ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ પ્રગટે. સર્જન આત્માનું જ છે, જડમાં તે શક્તિ જ નથી. વૈજ્ઞાનિક એક મચ્છર કે માખી પણ ક્યારેય બનાવી =================K ૩૧૫ -KNEF==============