________________
શકશે નહીં. આ બધા પર્યાયોનું આત્મા, રમતમાં સર્જન કરી શકે છે. આ જ આત્માની અનંત શક્તિનું ભાન કરાવે છે.
મોક્ષમાં વિશિષ્ટ પુણ્યયુક્ત તીર્થકર કેવલી અને પુણ્યરહિત કૂર્માપુત્ર (જેમને ઠીંગણું શરીર, કદરૂપો દેહ હતો અને છ મહિના સુધી કેવલી થયા છતાં કોઈએ ના જાણ્ય)ની અસમાનતા એકદમ નાશ પામે છે. કોઈ ઉંચ-નીચ રહેતા નથી.
અમૂર્તિપણે મૂર્તિપણે જેને હોય તેને બધા સંવેદનો પુદ્ગલ આધારિત હોય છે. સંસારી જીવો પ્રતિઘાતી મૂર્તિપણાને લીધે છે. આકાશ અમૂર્ત - પાણી કે કાદવથી ના લેપાય. આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં અમૂર્તપણાને લીધે સહજ જઈ શકે છે. આત્મા અમૂર્ત હોવાથી એક જગ્યાએ અનંતા આત્માઓ સાથે રહી શકે છે. ૧ દીવો કે ૧૦૦૦ દીવા બધાનો પ્રકાશ જેમ રહે તેમ. અરૂપીપણું નામકર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે.
અજરામરપણું તીર્થકર, ઈન્દ્ર સો અશાશ્વત છે, અનિત્ય છે. અજર અને અમર સિદ્ધાત્માઓ જ છે. આયુ કર્મના ક્ષયથી આ ગુણ પ્રગટે છે.
અવ્યાબાધપણું વેદનીય કર્મના ક્ષયથી આત્માનું અવ્યાબાધ પીડારહિત સુખ પ્રગટે છે. આ સુખથી આતમા કદી કંટાળતો નથી. ઈન્દ્રિય સુખો વાસી થઈ જાય છે. નિત્ય નવીનતા માંગે છે. સિદ્ધ જીવોને જ્ઞાન તથા દર્શન પુદ્ગલનાં ખરાં પરંતુ વેદન બીલકુલ નહીં. માટે જ સંપૂર્ણ સુખ અનુભવાય છે.
ભૌતિક સુખ વસ્તુથી નથી, વસ્તુના ગુણધર્મોથી નથી પણ ગુણોના સંવેદનથી જ છે. સમકિતી જીવ પાસે આવું અપૂર્વ વિજ્ઞાન છે તે જગતમાં બીજા કોઈને નથી, તેથી જ તેને અપૂર્વ પ્રાપ્તિનો આનંદ છે.
સમ્યગ્દષ્ટિ જીવની ભાવ શુદ્ધિના કારણે તેની બધી જ ક્રિયાઓ અનંતગણી વધુ ફળદાયી નીવડે છે. આ પહેલા ગુણસ્થાનકની પ્રધાન દ્રવ્ય ક્રિયાના ૪ લક્ષણો :
૧. અપૂર્વ પ્રાપ્તિનો આનંદ ૨. ક્રિયા માર્ગમાં સૂક્ષ્મ આલોચન =================K ૩૧૬ -KNEF==============