________________
બ્રાહ્મીસુંદરી મુંડ કેવલી હતાં. (આદીનાથની પુત્રીઓ) ઉતમ કક્ષાનું નિર્મળ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામ્યા. ત્યાર બાદ ૧૦૦૦ વર્ષ જીવ્યા છતાં એકપણ જીવને પ્રતિબોધ પમાડ્યો નથી. બાહુબલી પાસે કેવળજ્ઞાન પૂર્વે ગયા હતા. સિદ્ધોની વીર્યશક્તિ
સંસારીનું વીર્ય સદાકાળ આત્માના ગુણોના રસાસ્વાદમાં પુદ્ગલના ગુણોને માણવા ગંભીરતા, પ્રશાંતતા, મગ્નતાનો આનંદ દર્શન મોહનીય કર્મની ગાઢ
આવૃત્તિને લીધે સંવેદન બુદું છે. આત્માના ગુણોના ભોગવટામાં સતત કામાનંદી ક્રિયાશીલ – આત્માનંદી સિદ્ધોનું દાન અક્ષય છે. દાન આપવાથી ગુણરૂપ, સમૃદ્ધિ અનંત છે. ઓછું થતું નથી. લાભ અણચિંતવ્યો છે, ઈચ્છા ર્યા વિનાનો છે. ભોગ અયત્ન છે, વગર શ્રમે છે. ઉપભોગ થાક લાગતો નથી. વિર્ય અપ્રયાસી છે.
આત્માના ભોગોમાં એકાન્તિક સુખ છે. પુગલના ભોગોમાં એકાન્તિક દુઃખ છે. મોક્ષમાં શૂન્યતા કે નિષ્ક્રિયતાનું માનવું ઘોર અજ્ઞાનદશા છે, મૂર્ખતા છે. પુદ્ગલમાં સુખ નથી, આત્મામાં સુખ છે. આ અનુભવપૂર્વકનો નિર્ણય ક્ય વગર જીવને ગુણસ્થાનક સંભવે જ નહીં. રોજ મોક્ષ સ્વરૂપની ભાવના ચિંતવવાથી, અનંતગણી, કર્મ નિર્જરા થાય છે. મોક્ષ તત્ત્વનું અપૂર્વ ચિત્તન નિર્જરાનું શ્રેષ્ઠ સાધન છે. પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ છે.
શુદ્ધ ચિત્ત શ્રદં નો જાપ કરવો. અપ્રયાસી વિર્ય : આત્મા સિદ્ધ દશામાં ભોગ ઉપભોગ કોનો કરે?
સહભાવી ગુણોનો, ક્રમભાવી ગુણો-વિશુદ્ધ પર્યાયોનો ભોગ આત્મા પ્રત્યેક સમયે કરે. આત્માની અંદર અપૂર્વ સ્કૂર્તિ, થનગનાટ, ઉત્સાહ વગર પ્રયાસે સહજ અનુભવાય છે.