________________
રે
શુકલધ્યાન વડે કેવળજ્ઞાનની ક્રિયા
આત્માનું ઉર્ધ્વગમન ૧. મોહનીય કર્મની પ્રશાંત અથવા ક્ષીણ અવસ્થાનું અતિ સૂક્ષ્મ ધ્યાનનો પ્રથમ
ભેદ. પૃથકત્વ વિતર્ક સવિચાર (ભેદપ્રધાન ચિંતન વિચરણ સહિત) ધ્યાન. આ ધ્યાન વિચરણ સહિત હોવા છતાં એક દ્રવ્ય વિષયક હોવાથી મનને સ્થિર કરનારું છે. પરમાણુ આદિ જડ અથવા આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્ત્વ, અમૂર્તત્ત્વ,આદિ અનેક પર્યાયોનું વિવિધ દૃષ્ટિબિંદુ વડે ભેદપ્રધાન ચિંતન તથા એક “યોગ' પરથી બીજા “યોગ” ઉપર અથવા શબ્દ ઉપરથી “અર્થ” ઉપર અને અર્થ પરથી “શબ્દ” પરનું ચિંતન. એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન: એક જ પર્યાય ઉપર ચિંતન, વિચરણ વગરનું અભેદ પ્રધાન ધ્યાન ધ્યેયથી અભેદ થવાનું છે. મન, વચન, કાયા એ ત્રિયોગમાંથી એક જ યોગ પર પૂર્ણ અટલ રહી પ્રવર્તે. આ ધ્યાન અતિ પ્રખર હોય છે. આખા જગતનાં પદાર્થોમાં અસ્થિરપણે ભ્રમણશીલ મનને ધ્યાન વડે કોઈ એક અણુ પર્યાય પર લાવી સ્થિર કરાય છે. અહિં મોહ આવરણનો સંયોગ સર્વથા છૂટી જવાથી સમગ્ર જ્ઞાન-દર્શન
અતંરાય આવરણ હટી જાય છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. ૩. સૂક્ષ્મક્રિય ધ્યાન ઃ કેવળી ભગવંતનું મૃત્યુ સમયનું ધ્યાન છે. શ્વાસોચ્છવાસ
જેવી સૂક્ષ્મ જ શરીર ક્રિયા બાકી રહે છે. યોગનિરોધ'ના કાર્યક્રમમાં સૂક્ષ્મ
શરીર યોગના આશ્રયે વચન અને મનનાં સૂક્ષ્મ યોગોનો નિરોધ કરાય છે. ૪. સમુચ્છિન્નક્રિય ધ્યાન : અહિં આત્મ પ્રદેશોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
દેહ પવિત્ર - આત્માનું ઉર્ધ્વગમન. શુકલ ધ્યાનનાં પ્રથમ બે ભેદ છે. તેની સાધના વડે ફળ શું મળ્યું? ઉપયોગમાં સ્થિરતા આવી. યોગમાં સ્થિરતા આવી. મોહ આવરણનો સંયોગ સર્વથા છૂટી જવાથી કેવળજ્ઞાન.