________________
આપણને કહેવા માંગે છે, આ ઘર તમારું ઠેકાણું નથી. ઘર તમારું બધું લઈ તમને વિદાય કરી દેશે. જાણે ઘર કહેતું હોય કે, “બધું જ તમારું છે, પણ ખબરદાર! ક્યાંય હાથ અડાડતા નહીં!'
રાજકુમાર સાંભળે છે અને એ આખો બદલાઈ ગયો. વર્ધમાન પણ મારા જેવા જ રાજકુમાર ક્યાં ન હતાં? મોંઘા જીવની મોંઘી પળો સાવ આમ જ વેડફાઈ રહી છે.
ઘરમાં એકાદ જગ્યા, સ્થાન, ઓરડો ધર્મનો, પ્રભુનો, સ્વાધ્યાયનો, સ્વયંનો રાખજો. કટાસણું પાથરી આનંદથી બેસી જજો. સામાયિક લેજો ને સ્વાધ્યાય કરજો. જીવને આ ઘરમાં ક્યાંય ભરાવા ન દેતા. ઘરને ઘર જ રહેવા દેજો. તમારે ભલે તેમાં વસવું પડતું હોય પણ તમે તેને તમારામાં વસાવતા નહીં.
તમને આ બધું સમજાયું નથી એટલે જ ઘરમાં બેઠા છો. તમારે ઘરમાંથી મેળવવાનો ઈન્તજાર છે. તમને જે જોઈએ છે તે દુનિયા પાસે આપવાને કંઈ જ નથી. કાં તો માલની કિંમત કરો યા માલદારની કરો. રાજકુમાર એકલો પડી ઊંડું વિચારે છે કે, અંતે તો મળ્યું કે ના મળ્યું, બધું જ બરાબર છે. ઘર તો નક્કી છોડવાનું જ છે.
પ્રબુદ્ધ ચેતનાના ધણી આવતી કાલને જોતાં હોય છે. આવતી કાલ છે ને છે. કાંઈક થવાનું પણ છે, જે તમે ધાર્યું નથી. ગજબની વાત તો એ છે કે, તમે લૂંટાયા વિના બરબાદ થઈ જશો. રાજકુમારને હવે ચેન નથી. કશ્મકશ (દ્વિધા)માં પડી ગયો છે, ઊંડી સમાધિ લાગી ગઈ છે. રાત પડી, અંધારું થયું. કોઈ પરિચારક કે પરિચારિકા રાજકુમારને ખલેલ પડશે ધારી દીપક પણ કરતા નથી.
આમ તો અંધારું ‘ઉપયુક્ત હોય છે. અંધારામાં શીતળતા, શાંતિ હોય છે. સ્વયંમાં ઊતરનારને ઘર, જંગલ, વસતિ કે સ્મશાન બધું સરખું છે. માણસ ભય પામે, ઘણાં ડર હોય ત્યારે ઘરની જરૂર છે. કહે એવા અંધારાને લઈને ચોર રાજમહેલના રાજકુમારના ઓરડામાં પેસ્યો. કુમારે કહ્યું, મુંઝાતા નહીં, હું દીવો કરું છું. ચોરનો હાથ પકડી કુમારે એને ચોંકાવી દીધો. અહીં ઘણું ભર્યું છે પણ ===== ==========k ૧૧૩ ===================