________________
કોઈ ઘર છોડીને નાસી જાય છે, અવિશ્વાસ વડે દુઃખી થાય છે. કોઈ એવા પણ છે કે, મરીને પણ ઘર છોડવા માંગતા નથી, નીકળતાં નથી.
મિસર (Egypt)ના પિરામિડ એનું અભૂત ઉદાહરણ છે. તેઓ લખીને ગયા હશે, અમને કાઢી ના મૂકતા. “મમી'ના સ્વરૂપમાં હજારો વર્ષો પછી પણ એમને સાચવી રાખ્યા છે. વસવાટની ગહન આસક્તિનો અણસાર અહીં સંઘરાયેલો પડ્યો છે.
તીર્થંકર પ્રભુ એવા છે જેણે અત્યંત નજીકથી ઘરને નિરખું, ખાસ કંઈ જ ના દેખાયું અને જગતને ભલામણ કરી. ‘તમે વહેલી તકે ઘર છોડી દેજો.' ઘરની આસક્તિથી, એના મમત્વથી બચવા અન્યને સમજાવતાં રહેજો. સર્વવિરતિ જ ધર્મ છે. બધા દુ:ખનું કારણ ઘર છે. હિંસા, પાપ, જૂઠાણું, માયા, કપટ, કલેશ, ક્રોધ, દ્વેષ, ધિક્કાર, અહંકાર, અવિશ્વાસ, સંગ્રહવૃત્તિ, ઈર્ષ્યા આદિ અનેક વિપદાનું કારણ ઘર છે.
ચિંતા, શોક, વિષાદ અને ભયનું કારણ પણ ઘર જ છે. ઘરમાં રહેવું જ પડે અને રહેવું જ હોય તો મમત્વ ઓછું કરજો. તમે જે ઘરને ૫૦-૬૦-૭૦ વર્ષ સજાવ્યા કર્યું એવા તમને ઉપાડીને ઘરની બહાર મૂકતાં કોઈને ખચકાટ પણ નહીં થાય. અરે ! કાઢો કાઢો, એમ સહુ કોઈ કહેશે. ધન્ય છે એ જીવને જે વહેલા ઘર ત્યાગી અણગાર બની ગયા. ઘરની મમતા ગહન છે. ડાહ્યા થાવ, વાસ્તવમાં શું છે તે જાણો. ઘરનું ચક્કર સમજવા જેવું છે. તમારામાં ઘર ભરાઈ ગયું છે કે તમે ઘરમાં ભરાયા છો? ઊંડાણથી વિચારજો.
મારા વગર ઘરનું શું થશે? તેઓ ચાલ્યા ગયા, ક્યાંય કોઈને કશો વાંધો ના આવ્યો. બધાં કામ બરાબર ચાલી જ રહ્યાં છે. એક માણસના જતાં ઘણાં સંબંધો ખતમ થઈ જાય છે. આ બદલતી દુનિયામાં સ્થિર તો કંઈ જ નથી. આપણે આપણું દુઃખ છૂપાવવા માંગીએ છીએ. બહારનો મોભો ઊભો કરી, બીજાથી સુખી છીએનો દેખાવ સર્જીને જીવીએ છીએ. ઉપર કી અચ્છી બની, ભીતર કી રામ જાને. ઘડપણ, મોત, પરાજય અને સંતાપ મળ્યા? જંબૂ, ભગવાન મહાવીર દેવ =================^ ૧૧૨ -KNEF==============