________________
હસવાવાળો અને પ્રત્યેક ક્રિયાઓમાં ઉતાવળ કરનારો આઠે પ્રકારનાં કર્મો બાંધે છે. સમ્યજ્ઞાન, સમિતિ, ગુપ્તિનો ચોકકસ અભાવ હોય જ છે અને આને કારણે છદ્મસ્થતા મટી શકે નહીં.
સાધકે પદાર્થ કુતૂહલ ન કરાવી શકે તે માટે નિષ્પરિગ્રહી જ થવાનો આગ્રહ રાખવાનું કારણ પદાર્થ વેકારિક ભાવમાં તાણી ના જાય.
કેવળજ્ઞાનીને હાસ્ય કે ઉતાવળ નથી. કેવળજ્ઞાનીને સંસારની માયા વધારે પ્રત્યક્ષ હોય છે. (છદ્મસ્થા કરતાં) છતાં કોઈપણ પદાર્થ હાસ્ય કરાવી શકતો નથી. કારણ એને મોહનીય કર્મો સમૂળ નાશ થયા છે.
પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય, નિગોદ પ્ર. પૃથ્વીકાયને કેટલા શરીર હોય? લેગ્યા કેટલી હોય? સમ્યગુદૃષ્ટિ હોય? જ. પૃથ્વીકાયને ઓદારિક, તેજસ અને કાર્મણ ત્રણ શરીર હોય છે. વેશ્યા ૪ હોય. પ્ર. પૃથ્વીકાય સમ્યગ્દષ્ટિ હોય? જ. ના. નક્કી મિથ્યાદૃષ્ટિ છે. તેઓ અજ્ઞાની છે. બે અજ્ઞાન જ હોય અને કેવળ
કાયયોગી છે. (મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન) પ્ર. વાયુકાયને કેટલાં શરીર? જ. ૪. દારિક, વૈક્રિય, તેજસ અને કાર્પણ. પ્ર. પૃથ્વીકાય શ્વાસોચ્યાસ કરે? જ. મહાવીર ભગવાને કહ્યું કે, પૃથ્વી, જીવો પણ બહારના ને અંદરના ઉચ્છવાસને
લે છે ને મૂકે છે. આ જીવો ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા દ્રવ્યોને બહારના ને અંદરના શ્વાસમાં લે છે. અને તેવાં જ દ્રવ્યોને નિ:શ્વાસમાં મૂકે છે. વાયુકાયના શ્વાસોચ્છવાસ :
વાયુકાયના જીવો વાયુકાયોને જ અંદરના અને બહારના શ્વાસમાં લે છે અને મૂકે છે. અનેક લાખ વાર મરીને બીજે જઈને પાછો ત્યાંજ વાયુકાય તરીકે ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવો પોતાની જાતિ કે પરજાતિના જીવો સાથે અથડાવાથી મરે =================K ૩૯૫ -KNEF==============