________________
છે, અથડાયા વિના મરે નહીં. વાયુકાય જે વાયુને શ્વાસ અને નિશ્વાસ રૂપે લે છે, મૂકે છે તે નિર્જીવ છે, જડ છે.
કાયસ્થિતિ : પૃથ્વીકાય તથા વાયુકાય પોતાની કાયસ્થિતિના અસંખ્યપણાને તથા અનંતપણાને લીધે મરણ પામી પાછા પોતાની જ કાયામાં જન્મ લે છે. એકેન્દ્રિયાદિ ચાર પ્રકારના જીવોની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીની છે. જ્યારે વનસ્પતિકાય જીવોની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીની છે. અર્થાત્ વિષય વાસનાને વશ થયેલો જીવ જો વનસ્પતિમાં જન્મે તે અનંતકાળ સુધી પાછો ઉપર આવી શકે તેમ નથી.
બધા જીવો મુક્ત થઈ ગયા પછી સંસાર ખાલી થઈ જશે?
ના. કારણ કે, પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય (ષકાય જીવો) જીવોથી ભરેલો આ સંસાર છે.
આ સંસારમાં ત્રસકાય (બે, ત્રે, ચતુ. તથા પંચેન્દ્રિય)માં નારક, દેવ, જરાયુજ, અંડજ, પોતજ તથા તિર્યંચ જીવોની સંખ્યા ચરાચર સંસારમાં આ પ્રમાણે છે.
સૌથી થોડા ત્રસકાય, એનાથી અસંખ્યાતગણા તેજસ્કાય, એનાથી વિશેષ અધિક પૃથ્વીકાય, એનાથી વિશેષ અધિક અકાય, એનાથી વિશેષ અધિક વાયુકાય, એનાથી અનંતગણા વનસ્પતિકાય જીવો છે.
વનસ્પતિકાયના જીવો વ્યવહારિક અને અવ્યવહારિક ભેદે છે.
વ્યવહારિક : પૃથ્વીકાય આદિ જીવો. અવ્યવહારિક : નિગોદ આદિ જીવો.
નિગોદના જીવો ક્યાં રહેતા હશે? સંસારમાં અસંખ્ય ગોલકો છે. એક એક ગોલકમાં અસંખ્ય નિગોદ સ્થાનો છે. એક એક નિગોદ સ્થાનકમાં અનંતા અનંતા જીવો છે. એ અનંતાનંત જીવો એક જ જીવ સ્થાનમાં રહે છે. એવા અસંખ્ય નિગોદ સ્થાનો છે, જે એક ગોલકમાં રહે છે. ભવિતવ્યતાના પરિપાકે નિગોદનો જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર આવે છે અને વ્યવહાર રાશિમાં પ્રવેશે છે. =================K ૩૯૬ -KNEF==============