________________
અચરમાવર્ત કાળમાં વિરાધક ભાવ હોય છે. તેથી દોષ નિવારણ કે ગુણ પ્રાપ્તિ થતી નથી.
મોક્ષ થવાનો હશે ત્યારે થશે (નિયતિવાદ) તો પુરુષાર્થ શા માટે?
ગણિતના દાખલાનો જવાબ પાછળ છેલ્લે પાને આપેલો હોય અને તે મેળવવા જેમ સરવાળા-બાદબાકી આદિ કરવા જ પડે, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ બધી રીતિ ક૨વી પડે તેના જેવો પુરુષાર્થ છે. દાખલાનો જવાબ નક્કી જ છે છતાં તે ન જાણીએ ત્યાં સુધી રીત તો કરવી જ પડે. નિયતિ ન જાણ્યા સુધી પુરુષાર્થ ક૨વો જ પડે.
જે મોક્ષને જ ઈચ્છે, તેને મોક્ષ ન મળે ત્યાં સુધી મોક્ષની નીચેનું બધું જ મળ્યા કરે.
મોક્ષ મેળવવા સત્સંગ કરવો, સારા પુસ્તકોનું વાંચન કરવું તેનાથી જ્ઞાન વધે. તપ-જપ-ધ્યાનમાં આગળ વધાય. સત્સાહિત્ય વાંચન, વ્યાખ્યાન શ્રવણ આદિથી હેય, જ્ઞેય, ઉપાદેયનો વિવેક ખીલે છે.
સહુને સુખ ગમે છે. તે સુખ કેવું હોય તો ગમે ?
૧. સુખ પાછળથી મોટા દુ:ખને ન લાવનારું હોય, ૨. કાયમી હોય, ૩. સ્વને આધિન હોય અને ૪. દુ:ખની ભેળસેળ વગરનું હોય.
આવું સુખ ક્યાં મળે?
હરણને કસ્તુરીની સુગંધ આવે છે. એક છેડાથી બીજે છેડા સુધી દોટ મૂકે છે કે આ સુગંધ ક્યાંથી આવે છે ? એ સુગંધી પદાર્થ ‘કસ્તુરી’ પોતાની નાભિમાં જ હતી. હરણે જંગલમાં બહાર શોધ્યા કર્યું.
આપણે સુખને પત્ની, પિતા, પુત્ર, પુત્રી પરિવારમાં શોધીએ છીએ. TV Set, Tea Set, BR Set, Dining Set આદિ વિજ્ઞાને શોધેલા સાધનોમાં સુખને શોઘતાં ફરીએ છીએ. તરસ છીપાવવા જાત જાતનાં પીણાં પીવા છતાં કાયમ માટે તરસ છીપતી નથી.
****************** 22€ ******************