________________
******
Face Cream થી Temperory યુવાની દેખાય પણ...
સુખ સાધનોમાં નથી સાધનામાં છે. ધર્મના શરણમાં છે. સોય ઝૂંપડીમાં પડી ગઈ ને ડોશીમા બહાર ગોતતાં રહ્યાં. ક્યાંથી મળે? અંદરમાં જ શોધીએ. ચોક્કસ મળી જતાં આનંદનો રત્નાક૨ ઉછળશે.
જેમ જેમ આત્માની નજીક જઈએ તેમ તેમ સુખી થવાય છે. જેમ જેમ આત્માથી દૂર જઈએ તેમ તેમ દુ:ખી થઈએ છીએ.
આત્માનાં ગુણો - નિર્વિકારપણું, નિરાભિમાન, તૃપ્તિ, ક્ષમા આદિનું પ્રગટ થવું સુખની નિશાનીઓ છે.
મોક્ષમાં અજાયબી એ છે કે, કોઈ પણ પદાર્થનાં સંયોગ વગ૨, મોક્ષ અવસ્થા કાયમી સુખ પ્રદાન કરે છે.
ઊંઘમાંથી કોઈ ઉઠાડે તો ગમતું નથી. તે પદાર્થોનાં સંયોગ વગરનું બહુ જ સામાન્ય સુખ છે. વળી દર્શનાવરણીય કર્મના ઉદયને કારણે ઊંઘ આવે છે અને એવા આઠેય કર્મોનો ક્ષય થાય પછી જ મોક્ષ મળે.
વિજ્ઞાન પૂર્ણ સત્ય નથી તે સત્યાન્વેશી છે. ચડિયાતું બીજું સત્ય મળે તો પૂર્વનું સત્ય સ્વીકારેલું હોય તોય છોડી દે છે. જૈન ધર્મના વીતરાગી પ્રભુએ સત્ય યોગથી જાણ્યું પ્રયોગથી નહીં. Experiment થી નહિં, Experience થી જાણી બતાવ્યું છે. મોક્ષ એટલે આત્માનું આરોગ્ય.
દૃષ્ટાંત ઃ મોટાભાઈનું શારીરિક આરોગ્ય સારું હતું. નાના ભાઈને ટાઈફોઈડ થયો. નાના ભાઈને કલાકે કલાકે ફ્રૂટ-જ્યૂસ મળે, મમ્મી પપ્પા ખૂબ કાળજી લે. સ્કૂલે જવાનું નહીં, કામ કરાવે નહીં પણ મોટાભાઈને બધું જ કરવું પડે.
બે ભાઈમાં સુખી કોણ અને દુ:ખી કોણ ? નાના ભાઈને બધું જ મળે છતાં સુખી ના જ કહેવાય! બધું મળે છતાં નાનો ભાઈ દુ:ખી કેમ ? રોગી છે માટે. સંસારી પણ રોગી છે માટે દુ:ખી છે. તેને ભૂખ, તરસ, ઈચ્છાઓ, ભોજનની માંગ, સગવડો બધું જ જોઈએ. આ બધી જરૂરિયાતો ન મળે તોય નિરોગી બનવું
****************** 220 ******************