________________
***
જડ કર્મ કરતાં ખૂબ વધારે છે. પુરુષાર્થ સમ્યક્ થતાં ચારિત્ર મોહનીય કર્મને હટી જવું પડે જ.
ભાણામાં પીરસ્યું પણ અદબવાળીને બેસો તો પેટ ભરાય ? કોણ અટકાવે છે ? પુરુષાર્થની ખામી. ઘરે બેસી નોકરીએ ના જઈએ, ધંધા માટે ના જઈએ તો કંઈ મળે?
દીક્ષા લેવા અને પાળવા જ્ઞાન નહીં વૈરાગ્ય જોઈએ. શારિરીક બળ નહીં, માનસિક બળ, ધીરતા જોઈએ. એકાસણું પણ ન કરનારા માનસિક બળથી માસક્ષમણ કરે છે. બસ, આ જ પ્રમાણે દીક્ષા પાલન માટે વ્રત પાલનની ધીરતા જોઈએ.
ભાવસહ દીક્ષા ઉત્તમોત્તમ છે. ભાવ વગર ભિખારીએ દીક્ષા લીધી પણ પછી અનુમોદનાના પ્રભાવે સંપ્રતિ રાજા બન્યા. વેશથી લીધેલી દીક્ષા પણ તારી દે. ઉપવાસ કરીએ ત્યારે ચોવીસે કલાક ભાવો સરખા ક્યાં રહે છે ? માટે ભાવ ઓછાવત્તા હોય તો પણ તારક અનુષ્ઠાન છે.
સુખી થવું છે? આત્માતી તજીક જાવ
આત્માનો વિકાસ કેમ કરવો?*
હું દોષી છું કે ગુણવાન તેના આધારે આત્માનો વિકાસ થાય છે. સુખી કે દુઃખી, પાપી કે પુણ્યશાળીના આધારે નહીં. દોષોનો નાશ અને ગુણોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાથી વિકાસ સધાય છે. ચરમાવર્ત કાળમાં જ આવું બને. અચ૨માવર્ત કાળમાં કર્મો ખૂબ બળવાન હોય અને પુરુષાર્થ માયકાંગલો હોય છે. ચર્માવતમાં પુરુષાર્થ બળવાન હોય છે તેથી કર્મોને હરાવે તેવો હોય છે.
܀
ધર્મ આરાધના, અચર્માવર્ત કાળમાં પણ તેટલા સમય માટે વિરાધનાને અટકાવે છે. માટે ધર્મ આરાધના ચાલુ જ રાખવી ઉત્તમ છે, પુણ્ય બંધાવે છે પાપનો નાશ કરે છે. દુ:ખો ઓછાં કરે છે.
* (ઈન્દ્રિય પરાજય શતક ગ્રંથમાંથી વિવેચન લીધું છે.)
****************** 224 ******************