________________
સામાયિક, પ્રતિક્રમણ, વાસ સ્થાનક વગેરે તપ, જાપ આદિ એનું બેરોમીટર નથી. આંતરિક પરિણતિ, રાગ દ્વેષના ભાવો, આત્માનું વલણ આદિ તેનાં લક્ષણો છે. બહારથી માન-પાન પામનારો જીવ અંદરથી તેની સ્પર્શનાય ના કરતો હોય તેવું બને; ખરાબ પ્રવૃત્તિ બાહ્ય હોય અને આત્મા અંદરથી રડતો હોય તેવું પણ
બને.
સ્થળ ભાષામાં જેને સંસાર જ ગમે એને મોક્ષ ન જ ગમે. તે જીવે ચરમાવર્ત કાળમાં હજુ પ્રવેશ કર્યો નથી. જેના આત્માનો આંતરિક ઝોક, વલણ, Trendના પ્રશસ્ત ભાવો વિકસિત હોય તે ચરમાવર્તમાં પ્રવેશ પામેલો હોઈ શકે. ધર્મ પણ ગમે અને પાપ પણ ગમે, મોક્ષ પણ ગમે અને સંસાર પણ ગમે, હોટલ પણ ગમે અને આયંબિલ પણ ગમે. આવી પ્રવૃત્તિ-વૃત્તિવાળો જીવ, સ્થૂળ ભાષામાં જ્ઞાનીઓ સમજાવે ત્યારે કહે કે, ચરમાવર્તી જીવ હોવો જોઈએ! મોક્ષ, ધર્મ, અનુષ્ઠાનો, તપ, ક્રિયા આદિ ન જ ગમે તેવું ના હોય.
શું વાત છે? મારો આટલો બધો સંસાર કપાઈ ગયો? એક જ આવર્ત બાકી છે? લાવ થોડો પુરુષાર્થ વધારી દઉં જેથી મોક્ષે જલદીથી પહોંચી જાઉં. આવા ભાવવિભોર થવાનું છે!
તેજપાળના પત્ની અનુપમાદેવી મહાવિદેહમાં જન્મ્યા, દીક્ષા લીધી અને કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યાં છે. આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષ. ગજબની ગતિ!
ગુરુ હેમચન્દ્રાચાર્યનાં ઘણાં ભવો થવાનાં છે. તેમનાં સંસારી શિષ્ય કુમારપાળનાં ૩ ભવો અને મોક્ષ. બધા માટે બધું જ શક્ય છે. આપણે અંદરથી ભાવો નિર્મળ કરતા રહીએ! જ દીક્ષા :
દીક્ષા આપનારું કે ઉદયમાં લાવનારું કોઈ કર્મ છે જ નહીં. દીક્ષા પુરુષાર્થથી મળે છે. દીક્ષા લેતા તેને અટકાવનારું કર્મ છે. સમ્યક પુરુષાર્થ વડે તે દૂર કરી શકાય. એ અટકાવનારા કર્મનું નામ છે. ચારિત્ર મોહનીય કર્મ. ચેતનની શક્તિ =================^ ૨૨૪ -KNEF==============