________________
અવસર્પિણી કાળમાં પ્રથમ મરૂદેવા મોક્ષનાં સદ્ભાગી થયાં. ૧૦૦૦ વર્ષ સુધી ઋષભને યાદ કરી આંસુ પાડ્યા હતાં.
ચંદનબાળાએ મહાવીરને આંસુનાં પ્રભાવે પાછા બોલાવ્યા હતા. કેવળજ્ઞાન રડતાં રડતાં થાય, હસતાં હસતાં નહીં. રડવાની સાધના કરવાની છે. કરૂણામાં, અનુમોદનામાં, પશ્ચાતાપમાં... અરે ! પ્રભુ વિરહમાં આંસુ પાડવાની વાત છે.
અકિાપુત્રનાં લોહીનાં ટીપાં નદીનાં અકાય જીવોની હિંસા કરતા નીરખી આંસુ ટપક્યાં, કેવળજ્ઞાન થયું... મોક્ષે ગયા.
ધોધમાર વરસાદ પડે ને ધાન્ય ઉગે, જિનવાણીનાં વરસાદથી ગુણો પ્રગટે! જ ભગવાનનાં પાંચ કલ્યાણકોની આરાધના કરવી જોઈએ. કેમ?
ચ્યવન કલ્યાણક થયા બાદ ભગવાને મોક્ષ સિવાયની તમામ ગતિનાં દરવાજા બંધ કર્યા.
જન્મ કલ્યાણક એટલે ગર્ભાવાસનાં દરવાજા કાયમ માટે બંધ દીક્ષા કલ્યાણક એટલે ગૃહસ્થવાસનાં દરવાજા કાયમ માટે બંધ કેવળજ્ઞાન કલ્યાણક છાવસ્થાનાં દરવાજા કાયમ માટે બંધ મોક્ષ કલ્યાણક થયા બાદ સંસારવાસનાં દરવાજા કાયમ માટે બંધ.
જો આપણે પણ આ બધા દરવાજા બંધ કરવા હોય તો આ પાંચે કલ્યાણકોની ભાવવિભોર થઈ આરાધના કરવી જોઈએ. દીવાળી એટલે મહાવીર ભગવાનનું મોક્ષ કલ્યાણક. તેની આરાધના મીઠાઈ ખાઈ, ફટાકડા ફોડીને નહીં પણ છઠ્ઠ, પૌષધ, જાપ, દેવનંદન, પ્રવચન, શ્રવણ વગેરેથી કરવાની.
મોક્ષે જતાં પહેલાં જીવનું એક જ આવર્ત = કુંડાળુ બાકી હોય ત્યારે તે ચરમાવર્તકાળમાં (છેલ્લા કુંડાળામાં) પ્રવેશ્યો કહેવાય. ત્યારે તે ભવ્ય આત્મા ચરમાવર્તી કહેવાય. એક કુંડાળુ = ૧ પુલ પરાવર્ત કાળ, તેમાં અનંતા ભવો પસાર થાય. આપણે અનંતા પુગલ પરાવર્તે ફર્યા છીએ. આપણે ચરમાવર્તમાં પ્રવેશી ચૂક્યા છીએ? =================^ ૨૨૩ -KNEF==============