________________
ભવ્ય : મોક્ષ પદ પ્રાપ્ત કરી શકે છે. સાચો સાધુ : મોક્ષ પદ પ્રાપ્ત કરી શકે છે. દ્રવ્યલીંગ સાધુ : નવમા ગ્રેવેયક સુધી. શ્રાવક-શ્રાવિકા : બારમા દેવલોક સુધી તિર્યંચો ઃ આઠમા દેવલોક સુધી સમકિતી શ્રાવક: બારમા દેવલોકથી ઉપર ના જઈ શકે. મિથ્યાત્વી અભવ્ય આત્માવેશધારી સાધુ બની નવમા ગ્રેવેયક સુધી જાય. સાધુપણાની સિદ્ધિ, તાકાત અજબ ગજબની છે!
સાધુવેશથી જીવદયાનું પાલન, ગુરુસેવા, બ્રહ્મચર્ય સહજ રીતે શક્ય બને છે. મનઃ પર્યવજ્ઞાન સાધુને જ મળે.
“રવ સો’ વેશ ધર્મની રક્ષા કરે છે. દેવો સાધુને વંદન કરે છે. સંસારનાં વાઘા ત્યજી સંયમના શણગાર સાધુવેશને ઝંખીએ!
જ સસ્નેહી પ્યારા રે સંયમ કબ હી મિલે? છે ક્યારે બનીશ હું સાચો રે સંત?
લેવા જેવું ના લીધું મેં સંયમ ચારિત્ર આ ભવમાં! ન છોડવા જેવો છોડ્યો નહીં ખારો સંસાર મેં આ ભવમાં! સાચા છે વિતરાગ, સાચી છે એની વાણી,
આધાર છે આજ્ઞા, બાકી ધૂળ ધાણી! વીતરાગે કહ્યું તે જ સાચું, તેની શ્રદ્ધા તે સમકિત. સમકિત મોક્ષનો અવશ્ય ઉપાય. શ્રદ્ધા માટે જોઈએ. માર્દવ અને આર્જવ આદિ ગુણો અને ગુણાનુરાગ.
આધ્યાત્મિક જગતનો ભિખારી
જેનું હૃદળ કોમળ નથી, જેની આંખમાં કરૂણા, અનુમોદના કે પશ્ચાતાપનાં આંસુ નથી, આવો અબજોપતિ પણ ભિખારી છે. જે ભૌતિક રીતે ગરીબ છે પરંતુ કરૂણા, અનુમોદના, પશ્ચાતાપનાં આંસુની મૂડી ધરાવે છે તે આધ્યાત્મિક જગતનો શ્રીમંત છે!