________________
>>>>
તમામ આત્માઓ સૌપ્રથમ અવ્યવહાર રાશીની નિગોદમાં હતા. જાતિભવ્ય આત્માઓ કદીય બહાર ના આવે. ભવ્ય આત્મા અને અભવ્ય આત્મા બહાર આવે પણ રસ્તા જુદા.
અભવ્ય બંગડી જેવા ગોળ આવર્તમાં ફર્યા જ કરે. ભવ્યની યાત્રાના કુંડાળા ધીમે ધીમે મોટા થતા જાય અને છેલ્લે છેક મોક્ષ સુધી પહોંચે. જૈન શાસનમાં પાયાનાં છ સિદ્ધાંતો :
૧. આત્મા છે. ૨. આત્મા પરિણામી (શરીરથી જુદો) નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે.
૫. તેનો મોક્ષ છે. ૬. મોક્ષનાં ઉપાયો પણ છે.
અભવ્ય આત્મા પહેલા ૪ સિદ્ધાંતોમાં કદાચ માનનારો હોય પરંતુ ૫ અને ૬ સિદ્ધાંતોમાં તો ન જ માને. પોતે અન્યને મોક્ષ વિષે સમજાવે, મોક્ષનાં ઉપાયો બતાવે; પોતે દ્રવ્યથી દીક્ષા લઈ (ૠદ્ધિ, સમૃદ્ધિ, સ્વર્ગનાં સુખો ખાતર) છેક નવ ગ્રેવેયક સુધી પહોંચે પણ મોક્ષને માને નહીં કે કદી ઇચ્છે નહીં.
ભવ્ય ક્યારેય અભવ્ય ન થાય અને અભવ્ય ક્યારેય ભવ્ય ન થાય. અભવ્ય આત્માઓ ચોથા અનંતા પ્રમાણ છે પરંતુ તેમાંના સાત અભવ્યો પ્રચલિત છે.
સાધુવેષ, સંયમનો શણગાર
પહેલો ધર્મ આચાર છે, જ્ઞાન નહિ. ક્રિયા પ્રત્યે આદર અને રુચિ હોવાં જોઈએ. ક્રિયા રુચિવાળો જીવ શુક્લપાક્ષિક હોય; ભવ્ય હોય. જે આવી ક્રિયા આદિમાં અત્યંત આનંદ અનુભવે તે એક પુદ્ગલ પરાવર્ત કાળથી વધારે સમય સંસારમાં ન જ રહે. તે પહેલાં જ મોક્ષે પહોંચી જાય.
સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ પ્રત્યે અહોભાવ કેળવો.
ક્યો જીવ ક્યાં સુધી જઈ શકે?
જાતિભવ્ય ઃ અવ્યહાર રાશિથી બહાર ન નીકળી શકે.
અભવ્ય : નવમા ત્રૈવેયક દેવલોક સુધી જઈ શકે છે.
****************** 229 ******************
܀