________________
નમુચિએ બધા સાધુઓને ઘાણીમાં પીલવાનું શરૂ કરાવ્યું. સ્કંદકસૂરિજી જ્ઞાનનાં દરિયા હતાં. બધા સાધુઓને નિર્ધામણા કરાવે છે. “શરીર અને આત્મા જુદા છે. શરીર પીલાય છે, આત્મા પીલાતો નથી. આત્મા કદીય નાશ ન પામે શરીર નાશ પામે.'' આ પાલક પ્રત્યે દુર્ભાવ કરતા નહીં. ૪૯૯ સાધુઓ ગુરુ આજ્ઞામાં રહી વિના દુર્ભાવે ગયા અને મોક્ષ પ્રાપ્ત થયો. છેલ્લા બાળ સાધુ લાડલા હતા. મને આ બાળસાધુની પહેલા ઘાણીમાં પીલાવા દે. નહીંતર મારાથી સહન નહીં થાય. પાલક અભવ્ય હોવાથી કઠોર હતો તેથી તેમ ના કર્યું. સ્કંદકસૂરિને પાલક પ્રત્યે દુર્ભાવ થયો, તેમનો મોક્ષ અટક્યો. ૫. “ઉદાયી રાજાનું ખૂન કરે તેને અડધું રાજ્ય મળશે” આવી જાહેરાત
સાંભળી એક અભવ્ય તૈયાર થયો. “ઉદાયી” એકલો ક્યાં મળે?
પર્વતિથિએ પૌષધ કરે છે તો પોષધશાળામાં જૈન સાધુ સાથે જવું પડશે. ઉદાયી રાજાનું ખૂન કરવા દીક્ષા લીધી. ગુરુનો વિનય કર્યો. તેનું નામ વિનયરત્ન પાડ્યું. ઓઘામાં છરી છૂપાવીને રાખતો. પૌષધ કરાવવા ગુરુ સાથે લઈ ગયા. અડધી રાતે ઉદાયી રાજાની ધોરી નસ કાપી નાંખી અને શાસનની હીલનાને અટકાવવા ગુરુએ પોતાની નસ પર છરી ફેરવી અને પ્રાણની આહૂતિ આપી.
લોકો બોલ્યા, “વિનયરત્ન ખરાબ નીકળ્યો. રાજાને તો માર્યા, ગુરુને ય માર્યા.” જૈન ધર્મની નિંદા અટકી ગઈ!
૬. અંગાર મર્દક : ૫૦૦ સાધુનાં અભવ્ય ગુરુ હતા. ૭. સંગમ દેવ · મહાવીર ભગવાનને એક રાતમાં ૨૦-૨૦ ઉપસર્ગોથી
જ ન અટક્યો. છ મહિના સુધી ભગવાનની ગોચરી દોષિત કરતો રહ્યો. છતાં ભગવાનની પ્રસન્નતા એવીને એવી જ રહી અને સંગમ પ્રત્યે અત્યંત દયા આવી ગઈ અને બે આંસુ આવી ગયા.
“સમગ્ર વિશ્વને તારવાની ભાવનાવાળા અને આના (સંગમના) સંસારમાં નિમિત્ત બની ગયા!”