________________
૩૧. ગર્ભમાં રહેલ બાળક માતાના ધર્માનુરાગી સ્વભાવને લીધે ધર્મનો અનુરાગી
બને અને ગર્ભમાં જ જો આયુષ્ય પૂરું થાય તો દેવલોકે જાય છે. (ભગવતી સૂત્ર) ૩૨. બાળક, રાણીના ગર્ભમાં શત્રુરાજા લડાઈ કરવાને આવ્યા છે તેવા શબ્દો
સાંભળી, પોતે વેક્રિય લબ્ધિધારક હોવાથી શત્રુરાજાના સૈન્યને પોતાની લબ્ધિ વડે ચતુરંગી સેના વિદુર્વે. કષાય અને ક્રૂરતાને કારણે ૨-૩ માસનો એ બાળક
જો ગર્ભમાં આયુષ્ય પુરું કરે તો નરકે જાય. (ભગવતી સૂત્ર : શ.૧ ઉ.૭) ૩૩. સૌથી શ્રેષ્ઠ ભૌતિક સુખના સ્વામીની કાયા ૧ હાથની, આયુ સાગરોપમોનું
છતાં ત્યાં અનુત્તર વિમાનમાં ન વસ્ત્રો, ન આભૂષણો કે અન્ય ભૌતિક સામગ્રી.
(જીવાભિગમ સૂત્ર) ૩૪. નરકમાં જનારાને સથવારો શોધવો પડતો નથી. એક સમયમાં જંબુદ્વીપને
રાયના દાણાથી ભરી દેવામાં જેટલા દાણા જોઈએ તેનાથી વધુ જીવ નરકે
જાય છે. (ભગવતી સૂત્ર : શ.૨૦) ૩૫. ૬ વિષયો એવા છે જેમાં અનેક લબ્ધિઓનાં સ્વામી, વિશિષ્ટ શક્તિઓના ધારક
દેવો, અનંત શક્તિ ધરાવતાં અરિહંતો પણ કંઈ કરી શક્તા નથી. ૧. જીવને અજીવ ના કરી શકે. ૨. અજીવને જીવ ના કરી શકે. ૩. એક સમયે બે ભાષા ના બોલી શકે. ૪. કર્મને ઈચ્છાનુસાર ના ભોગવી શકે. પ. પરમાણુને છેદી-ભેદી ના શકે.
૬. લોકની બહાર ગમન કરી ના શકે. (ઠાણાંગ સૂત્ર : સ્થાનક-૬) ૩૬. દરેક સમયે, ૨૫૬ જીવે ૧ જીવ તો અવશ્ય આયુકર્મને બાંધે છે અને ૨૫૫
જીવો નવું આયુષ્ય કર્મ બાંધતા નથી. (પન્નવણા સૂત્ર : પદ-૩) ૩૭. પરમાધામી દેવો અસંખ્ય, પરંતુ નારકી તેનાથી અસંખ્ય ગુણા વધુ. ક્યારેક
નારકીઓ ભેગા મળી પરમાધામી દેવને એકાદ પ્રહાર કરી દે! (ભગવતી સૂત્ર : શ.૧૬, ઉ.૪)