________________
***
તથા બાળકોને પણ જૈન ધર્મના શિક્ષણમાં વેગ મળે એ હેતુથી Jain Study Groupનું નિર્માણ થયું. ધાર્મિક શિક્ષણનું સ્વપ્ન સાકાર થવામાં મદદરૂપ થાય એ માટે ૧૯૮ ૪થી નિયમિત સ્વાધ્યાય આદિ શરૂ થઈ ગયા. એ નિમિત્તે સ્વાધ્યાય, વાંચન, લેખન, સ્તવનો, સ્તુતિઓ વગેરેને વિધ વિધ રાગોમાં રચવા આદિથી માંડી અનેક જ્ઞાનીઓના વ્યાખ્યાનો, મુનિ ભગવંતોની શ્રુત લહાણીનું સંકલન કરવાની ભૂખ જાગી. દેવ, ગુરુ, ધર્મ પસાયે ઈ.સ. ૧૯૯૬ થી ૨૦૦૧ દરમિયાન જૈન ગ્રુપ સહ ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ના સ્વાધ્યાય બાદ ‘સ્વાધ્યાય અધ્યયન સંગ્રહ'નું સંકલન પ્રકાશિત થવા પામ્યું. ત્યાર બાદ બે વર્ષ એનું પુનરાવર્તન અને ‘પહેલા કર્મગ્રંથ’નો સ્વાધ્યાય એક વર્ષ સુધી થયો. જૈન ગ્રુપનાં સભ્યોના એ ઉપાદેય લક્ષ્યનો આદર કેમ ભૂલાય?
૨૦૦૫માં ‘આરોહ અવરોહ અને અરિહંત' કૃતિઓનો સંગ્રહ અવતરિત થયો. એ સર્જનમાં અધ્યાત્મનો આત્મસાતમય પવિત્ર અહેસાસ, ચંદનના લેપની જેમ ‘ઉપશમ’ અને ‘ક્ષયોપશમ' ભાવ વડે અંતરને અડક્યા કર્યો. રુદિયાના રોમે રોમને રંગતો રહ્યો ! Nov-2011મા ‘અંતર અને આંખોમાં' સ્વ-લિખિત કૃતિઓનો સંગ્રહ પ્રકાશન કર્યાના આનંદ વડે, જીવનના સંધ્યા કાળે, જાણે યુવાની બક્ષી. ત્રણ વિભાગમાં પ્રસંગોપાત્ત બદલાતા ભાવોનાં સર્જનમાં ત્રીજો વિભાગ : ‘અપ્પાણં વોસિરામિ' અધ્યાત્મનાં અમી ઝરણારૂપ અધ્યવસાયના સ્વાદને, જાગૃત રાખવામાં એક અચિંત્ય બળ પૂરતો રહ્યો છે!
પ્રસ્તુત સંગ્રહ ‘શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે'નું પ્રકાશન રજૂ કરતાં અંતરનાં શુભ અધ્યવસાયોનો મેઘ જીવનનાં અંત સુધી આતમને ભીનો કરતો રહે એવી પ્રભુને પ્રાર્થના...
– વિજય દોશી
****************** 10 ******************