________________
જૈન ક્રિયાઓમાં વિજ્ઞાન પ્રબુદ્ધ જીવન, ૧૬ જાન્યુ. ૨૦૦૭ – ડૉ. પ્રીતિ શાહ * લાંછન ઃ જૈન તીર્થકરોનાં લાંછન અર્થાત્ પ્રતીકરૂપે કોઈને કોઈ પ્રકૃતિ,
વનસ્પતિ કે પશુ-પક્ષી મળે છે. તીર્થકરોને કોઈને કોઈ ચૈત્યવૃક્ષ હેઠળ કેવળજ્ઞાન થયું છે. પ્રાણી અને પ્રકૃતિ સાથે કેવો ગાઢ અનુબંધ છે ! પર્યાવરણ ઃ (Ecology) જૈન ધર્મ જગતનો સર્વોત્કૃષ્ટ પર્યાવરણ ધર્મ છે, તથા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષાની ચિંતા, વિચારણા કરાય છે. જૈન ધર્મનું પ્રથમ મંદિર વૃક્ષ મંદિર છે. પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને શત્રુંજય તીર્થના રાયણ વૃક્ષ નીચે બેસીને વિશ્વને અહિંસાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. નેમકુમારે પ્રાણી રક્ષાની ઉત્કૃષ્ટ ભાવના ભાવી. મહાવીર ભગવાને તો સમગ્ર સૃષ્ટિના જીવો સાથે એકાત્મ ભાવની ભાવના ભાવવા કહ્યું છે. તત્ત્વાર્થ સૂત્રના પર્યાવરણરૂપ પરસ્પરોગ્રહો Mવનામ્ નું સૂત્ર આજની ઝુંબેશ Save the Planet નું હાર્દ બનીને બેઠું છે. કીડીનો જીવ હાથી પર અને હાથીનો જીવ કીડી પર આધારિત છે! દુર્ભાગ્યે માનવ હાથીએ કેટલાંય નિર્દોષ પશુપક્ષીનો નાશ કર્યો. વનસ્પતિ સંવેદના : Polygraph Machine ના તાર છોડ સાથે જોડ્યા બાદ જૈન ધર્મની વનસ્પતિકાય તરફથી સૂક્ષ્મ તથા દીર્ઘ દ્રષ્ટિને વિજ્ઞાને પણ એવું જ તારણ કાઢ્યું છે કે : ૧. ઝાડપાન : વિદ્યુતપ્રવાહ, વધુ ઓછું તાપમાન, તીવ્ર આઘાતો આદિ
પ્રત્યે પ્રતિક્રિયા (Reaction) વ્યક્ત કરે છે. ૨. સંગીતનો તેના પર પ્રભાવ પડે છે. ૩. Infrared કે Ultra violet rays ને જોઈ શકે છે અને ઝાડપાન TV ની
ઉચ્ચ Frequency અનુભવે છે. =================K ૪૩ -KNEF==============