________________
>>>>
‘ શ્રદ્ધાંધ’તી સંવેદનાઓ
તીર્થંકરનાં વર્ણ...
પદ્મપ્રભુ, વાસુપૂજ્ય સ્વામીજી વર્ષે બંને રાતા મલ્લિનાથ ને પાર્શ્વનાથજી નીલા વર્ણનાં ત્રાતા ચંદ્રપ્રભુ ને શીતલનાથજી, શ્વેત વર્ણનાં ધામ મુનિસુવ્રત ને નેમિનાથજી, બંને વર્ષે શ્યામ સુવર્ણ રંગે સોળ શોભતાં બાકીના ભગવંત ચોવીસ તીર્થંકરના રંગે ભીંજાતાં અંગે અંગ! ★ * ★
જલપૂજા ચંદનપૂજા પુષ્પપૂજા ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલ પૂજા થાયે નિમિત્ત સમકિત !
પણ ‘પણ’ ના રહે...!
અગમ્ય છે રિશ્તાઓ જીવનનાં, તું કહે...
ક્યારે શું આવે ઉદયમાં અને... ક્યારે જીવ શું ચહે ? કયા ભવનું ક્યારે ઉભરાયે અને... ક્યારે આ દિલ વહે ? ક્યારેક આતમની સ્થિરતા પણ ચળે... અને વળી ધ્રુવ... પણ ‘પણ’ ના રહે.
પ્રક્ષાલ પ્રભુની...
પ્રક્ષાલનો આનંદ, પ્રભુ સ્પર્શનાં સ્પંદન પ્રભાવમાં અજોડ, પ્રભુ રૂપનું અંજન સમાવ્યા ના રહે, આ દિલનાં રંજન ત્યાં નિહાળું પ્રભુનાં, એ મુખનાં ખંજન!
****************** ** ******************