________________
કર્મનો સથવારો યાત્રાઃ સમ્યક્દર્શનથી મોક્ષની
(રાગ : કેદાર)
આવ્યો જગમાં એકલો સાથે કર્મોનો સથવારો રે. જ્ઞાની કહે છે સમ્યદર્શન, જન્મ મરણનો આરો રે.
આવ્યો જગમાં...
વિતરાગી વૈભવ ના સમજ્યો રાગી થઈ તું ભવ ભવ ભટક્યો, રાગ દ્વેષનાં તાંડવ કાજે, થાયે ના છૂટકારો રે.
આવ્યો જગમાં...
માનવ જન્મ મળ્યો અતિ દુર્લભ, છૂટકારો કરવાને સુલભ, રત્નત્રયીનાં પંથે વિચર તું, ઝળહળશે જન્મારો રે.
આવ્યો જગમાં...
સર્વ જીવોને “મિચ્છા મિ દુક્કડ', ભાવજે તું અરિહંત અધિગમ, શ્રદ્ધાંધ' હૃદયે ભજતાં ઉઘડશે, મોક્ષપુરીનાં દ્વારો.
આવ્યો જગમાં...
“શ્રદ્ધાંધ' ૫/૧૯૯૯
=================^ ૨૪૮ -KNEF==============