________________
>>>>
સમકિત છે સાચી અટલ શ્રદ્ધા... (રાગઃ સુખદાયી રે સુખદાયી રે...)
સમકિત છે સાચી અટલ શ્રદ્ધા
*તત્ત્વત્રયીમાં અવિહડ શ્રદ્ધા... સમકિત... મુક્તિનું દ્વાર ઉઘાડે જે
પહોંચાડે સિધ્ધ-શીલા શ્રદ્ધા... સમકિત...
‘કરણ લબ્ધિ’ સહ ભવિ-જીવ ભાવે ભવસાગર કરૂં પાર તરી
*દર્શન સપ્તક ઉપશમ થાવે
મોક્ષ ભણી વ૨ ફાળ ભરી... સકિત..
સમકિત દૃઢ ધર્મીનું હોજો
‘તુંગીયા’ નગરી વિશેષ કહી...
ધર્મલાભ ‘સુલસા’ને દેજો
વીરની વાણી સુ અર્થ વહી... સમકિત...
સુખદાયી રે સુખદાયી રે
સમકિત ઉત્તમ સુખદાયી રે
જિન આજ્ઞામાં રહીને કરીએ
કામ બધાં ના’વે બાધા... સમકિત...
‘શ્રદ્ધાંધ’
Mar 2006
* તત્ત્વત્રયી = સુદેવ, સુગુરુ, સુધર્મ
૭ પાંચ લબ્ધિમાં ‘કરણ લબ્ધિ’ ભવ્ય જીવને જ હોય છે.
* દર્શન સપ્તકઃ ત્રણ દર્શન મો. કર્મ + ૪ અનંતાનુબંધી કષાયો.
****************** 28€ ******************