________________
>>>
દુનિયા દેખતી રહી જશે, તમે કિનારા પર પહોંચી જશો. જૈનોનો ગૃહસ્થાશ્રમ :
સામાન્ય ગૃહસ્થ ધર્મરૂપે વીતરાગ પ્રભુની પૂજા, સદ્ગુરુની સેવા, આંગણે આવેલાને કંઈક આપવું. સાધર્મિકની આદરપૂર્વક ભક્તિ કરવી. જમાડી, કુમકુમનો ચાંદલો કરી શ્રીફળ-નાણાં આપવા. બીજી વાર પધારવા નિમંત્રણ આપવું. ધર્મ માર્ગે ઉદારતાપૂર્વક વાપરવું. ઘરમાં બધું જ નાણું સળગે છે, માત્ર સત્કાર્યમાં વાપરેલું જ બચે છે. ધન ખર્ચીને ક્યારેય અફસોસ કે એના માટે માંગણી ના કરશો. દાનધર્મના મહિમાને આંચ આવશે. ભાવ ક્યારેય ન બગાડશો, તપસ્વી થજો. ભાવના ભાવજો કે, સસ્નેહી પ્યારા રે, સંયમ કબ હી મિલે ? સંયમ ક્યારે લઈશું ? રાજકુમારો કેટલાય દીક્ષા માર્ગે ગયા છે!
જિમ તરૂ ફૂલે ભમરો બેસે, પીડા તરસ ન ઉપાવે, લેઈ ૨સ આતમ સંતોષે, તિમ મુનિ ગોચરી જાવે.
ભ્રમર જેમ ફૂલને હાનિ પહોંચાડ્યા વિના રસ પીવે ને પોતે તૃપ્તિ મેળવે, તેમ મુનિ પણ ગૃહસ્થની રસોઈમાંથી એવી રીતે ને એટલું લે કે, ગૃહસ્થે બીજી વખત રાંધવું ના પડે. જરાય લોલુપતા વિના લાવે.
દયાળુ થઈ શ્રાવકે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિની પણ દયા રાખવાની. પાણી વા૫૨વામાં ઘણો જ ઉપયોગ રાખો. કામ વિના પંખા ફરતા હોય, હવાને કારણે બારી-બારણાં ભટકાતા હોય આદિ, બધું જ આત્માને અપરાધી બનાવે છે. આ અપરાધી મનોવૃત્તિનો વેપાર છે.
પાંચ સમિતિ ઈર્યા, ભાષા, એષણા, આદાન અને નિક્ષેપ, પરિષ્ઠાપન તથા ત્રણ ગુપ્તિ મન-વચન-કાયા શ્રાવક જીવનમાં ખૂબજ ઉપયોગી છે.
મૌનની ટેવ પાડો. દ૨૨ોજ નિરર્થક બોલવાનું ટાળો, એક આસન ૫૨, એક જગ્યાએ વધુ વખત બેસવાની, સામાયિકમાં સ્થિર રહેવાની, પદ્માસને જાપ ક૨વાની ટેવ પાડજો. પરમાત્મા જેવું જીવન જીવતાં સુખી થઈ જશો. આનાથી ****************** • ******************