________________
એમાં બાળમરણ,બાલ પંડિતમરણ અને પંડિતમરણ ત્રણ મુખ્ય વિષયોની સ્પર્શના કરેલ છે. એના અંતર્ગતમાં દેશવિરતિ, ધર્મનું સ્વરૂપ, અતિચાર આલોચના, હિંસાદિ, વિરતિ, પ્રતિક્રમણ, ગહ વગેરે સમાવિષ્ટ છે. સંથારાની વિધિ પણ વર્ણવી છે.
તંદુલ વેચારિક પયગ્રાની વિગતો અચંબો પમાડે એવી પ્રજ્ઞાત્મક છે. શરીરની અશુચિ ભાવનાનો વિષય મુખ્ય લીધો છે.
મનુષ્યનો ગર્ભકાળ, ગર્ભસ્થ જીવનની ગતિ, ગર્ભગત જીવનનો વિકાસક્રમ, આહાર, અંગરચના, ગતિ, પ્રસવ વિષયક નિરૂપણ, પ્રસવકાળ, પ્રસવ વેદના, મનુષ્યની ૧૦ દશા, યુગલિક આદિનો ધર્મ, શતાયુ વર્ણવાળા જીવના આહાર અને અશુચિ ભાવના, સ્ત્રીના શરીરને આશ્રી નિર્વેદ વૈરાગ્ય ઉપદેશ વગેરે વર્ણવેલ છે.
Detailed Gynecological ekplanation is astounding and highly surprsing.
મનુષ્યના જીવનમાં કુલ કેટલા શ્વાસોચ્છવાસ છે અને કેટલા તંદુલ અર્થાત્ ચોખા પ્રમાણ આહાર કરે છે, તે મુખ્ય વિષયને વર્ણવતાં મગ, ઘી, મીઠું, વસ્ત્રો આદિના ઉપભોગનું વર્ણન કરેલ છે.
સંથારો ધારણ કરનારા મહાપુરુષો :
આર્યા પુષ્પચૂલાના ધર્માચાર્ય અર્ણિકાપુત્ર, સુકોસલ ઋષિ, ઉર્જનના અવંતિ સુકમાલ, ચાણક્ય, કાંકદી નગરીના અભયઘોષ રાજા, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ વગેરે. સંથારો કરનાર ગુરુ, શ્રમણ સંઘ, સંપૂર્ણ જીવ રાશિને ખમાવે છે.
આયરિય ઉવન્ઝાએ' સૂત્રની ત્રણ ગાથાઓ આ વિષયમાં સુપ્રસિદ્ધ છે.
=================K ૩૬૬ -KNEF==============