________________
૧૦. પ્રશ્નવ્યાકરણ (મહા વાગરણમ્) : ડાબી ભૂજા સમાન.
પ્રમાણ : ૪,૬૦,૮૦૦ પદો.
શ્રુતસ્કંધ : ૧ શ્રુતસ્કંધ છે. ૧૦ અધ્યયનો, ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો,૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયો મહાચમત્કારી વિદ્યામંત્રો.
વર્ણન : ઘણો ભાગ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. હિંસા આદિ ૫ આશ્રવોનું વર્ણન, અહિંસા આદિ ૫ સંવરો, નાગકુમાર વગે૨ે ભવનપતિ દેવો સાથેનો વાર્તાલાપ.
૧૧. વિપાક સૂત્ર (વિવાગ સુયમ) : ગરદન સમાન.
પ્રમાણ : ૯૨,૧૬,૦૦૦ પદો.
܀
શ્રુતસ્કંધ : (૧) દુ:ખ વિપાક શ્રુતસ્કંધ (૨) સુખ વિપાક શ્રુતસ્કંધ, બંનેના ૧૦-૧૦ અધ્યયનો, યુગબાહુ તીર્થંકરને દાન દીધાનો ઉલ્લેખ.
વર્ણન : મૃગાપુત્રનો અધિકાર, અસહ્ય પીડાઓથી ઘેરાય છે, ગૌતમસ્વામી જોવા જાય છે, દાન ધર્મનો મહિમા.
(૧૨) દૃષ્ટિવાદ : મસ્તક સમાન. વર્ણન : અનુપલબ્ધ છે.
૪૫ આગમમાં, ૧૨ અંગ + ૧૧ ઉપાંગ + ૧૦ પયજ્ઞા + ૬ છેદસૂત્રો + ૪ મૂળસૂત્રો + ૨ ચૂલિકાને સમાવિત કર્યા છે.
૧૦ પયજ્ઞાઓ ઃ ૧. ચઉસરણ, ૨. આતુર પ્રત્યાખ્યાન, ૩. મહાપ્રત્યાખ્યાન, ૪. ભક્ત પરિક્ષા, ૫. તંદુલ વૈચારિક, ૬. સંસારક, ૭. ગચ્છાચાર, ૮. ગણિવિદ્યા, ૯. દેવન્દ્રસ્તવ, ૧૦. મરણ સમાધિ.
૧૦ પયજ્ઞોઓમાં પ્રથમ ચઉચરણ અને બીજું આતુર પ્રત્યાખ્યાન આવે છે. તીર્થંક૨ દેવે અર્થથી જણાવેલ શ્રુતને અનુસરીને પ્રજ્ઞાવાન મુનિવરો જેની રચના કરે તેને પ્રકીર્ણક અથવા પયન્ના કહે છે. એની ઔત્પાતિકી આદિ ચતુર્વિધ બુદ્ધિવાળા મુનિવરો શ્રુતાનુસાર ગ્રંથરૂપે પ્રરૂપણા કરે.
આતુર અથવા આઉર પચ્ચક્ખાણમાં આઉ૨-રોગથી ઘેરાયેલો આત્મા, ****************** 354 ******************