________________
ગમમાં મોક્ષ માર્ગનો નિર્દેશ
- નમ્રમુનિ લિખિત લેખમાંથી જગતના મોટાભાગના જીવો દિશા વગરની દોટવાળા છે. સંસારમાં રહીને ગમે તેટલી ગતિ કે પ્રગતિ કરે તે ટેમ્પરરી જ હોય છે. કેમકે તે લક્ષ્ય વિહિન હોય છે.
જીવન ટેમ્પરરી છે, જીવ પરમેનન્ટ છે. આત્મા મૂળરૂપે બધાનો જ સરખો છે. આત્માની દૃષ્ટિએ બધા આત્મા સરખી ક્ષમતાવાળા છે, કોઈ ફરક નથી છતાં ઘણો ફરક છે.
ભવોભવથી આપણે જીવનને દિશા આપ્યા કરી છે, ભગવાને તે ભવમાં જીવને દિશા આપી હતી. જીવનની દિશાઓ વારંવાર બદલાયા કરે છે, મહાવીરે જીવનની દિશા નક્કી કરી એ દિશા એક જ હતી અને દશા પણ એક જ હતી.
મહાવીરની દિશા હતી : હું મને ઓળખું, હું મને મળું.
આપણે રોજ જ જેને મળીએ છીએ તે હું છે જ નહીં, જેને મારે મળવાનું છે તેને આજ સુધી હું મળ્યો જ નથી.
જે પોતાને મળે તેને બીજાને મળવાનું રહેતું નથી. જે પોતાને મળતા નથી તે જગત આખાને મળવા જાય છે. સંસારમાંથી, જગતમાંથી જે કંઈ મેળવીએ છીએ તે તો મેળવેલું હોય છે, અને મેળવેલું હંમેશાં ગુમાવવાનું હોય છે.
હું મને મળુ, મારામાંથી કંઈક મેળવું, મારા થકી મેળવું, જેનાથી આખા જગતને પ્રકાશિત કરી શકું એવો બોધ જયાંથી મળે તે ગ્રંથનું નામ છે “આગમ' આગમ અગમને એક્ટીવ કરી દે છે.
અગમ : ઈન્દ્રિયોથી જેને ગમ જ ન પડે. ૮ રૂચક પ્રદેશો.
આત્મા જ્યારે સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો ત્યારે મહાવીર, ભગવાન બન્યાં. અત્યારે પણ આપણાં આત્માનાં અસંખ્ય અશુદ્ધ પાર્ટીકલ્સ વચ્ચે, શરીરના મધ્ય ભાગમાં આઠ એવા પ્રદેશો (પાર્ટીકલ્સ) છે, જે સંપૂર્ણ શુદ્ધ છે. (રૂચક પ્રદેશો) =================K ૩૬૭ -KNEF==============