________________
>>>
એ સિદ્ધ ભગવાન જેવા જ રૂચક પ્રદેશો છે. અનંત શક્તિ, જ્ઞાન, દર્શનરૂપ છે. અસંખ્ય અશુદ્ધિ વચ્ચે આઠ શુદ્ધ પ્રદેશો નગણ્ય બની ગયા છે. આઠ પ્રદેશો Passive થઈ ગયા છે. એને એક્ટીવ કરે તે ગ્રંથ છે. ‘આગમ’ શુદ્ધ થવા લાગે ત્યારે સિદ્ધિ નજીક આવી જાય છે. આગમ મોક્ષ અપાવે.
આત્માતાં આઠ ભેદ
ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે, હે ભંતે! આત્મા કેટલા પ્રકારે? એ પ્રશ્નના ઉત્તરમાં સ્યાદ્વાદી ભગવંત મહાવીરે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ આત્માના ૮ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે :
૧. દ્રવ્યાત્મા, ૨. કષાયાત્મા, ૩. મન-વચન-કાયાવાળા યોગાત્મા, ૪. ઉપયોગાત્મા, ૫. જ્ઞાનાત્મા, ૬. દર્શનાત્મા, ૭. ચારિત્રાત્મા, ૮. વીર્યાત્મા.
જુદા જુદા પર્યાયોને લેતો જાય અને મૂકતો જાય છે તે દ્રવ્યાત્મા અથવા કષાયાદિ પર્યાયોને ગૌણ કરે ત્યારે શુદ્ધ દ્રવ્યરૂપ પોતાના સ્વભાવને પ્રાપ્ત થયેલો આત્મા તે દ્રવ્યાત્મા છે.
દ્રવ્ય અને પર્યાય બંને તત્ત્વો પદાર્થ માત્રમાં રહેલા જ છે માટે બંને દૃષ્ટિથી જોયા વિના છૂટકો નથી. એક દૃષ્ટિ દ્રવ્યાસ્તિક નયની, બીજી પર્યાયાસ્તિક નયની. આત્મા નિત્ય એ ભાષા વ્યવહાર દ્રવ્યની દૃષ્ટિએ સત્ય છે.
આત્મા અનિત્ય છે એ ભાષા વ્યવહા૨ પર્યાયની દૃષ્ટિએ સત્ય જ છે. આમ બંને પ્રકારે કરાતો ભાષા વ્યવહાર સાપેક્ષ ભાષણ છે, જે સર્વથા સત્ય છે.
આત્મા નિત્ય જ છે કે આત્મા અનિત્ય જ છે, એ નિ૨પેક્ષ ભાષણ અસત્ય છે. ભગવાને આવા વ્યવ્હારને સર્વથા જૂઠો અને પ્રપંચી કહ્યો છે, કારણ એનાથી સંસારના કલેશો, કંકાસો, વિતંડાવાદ જન્મે છે.
દુનિયા ખૂબસુરત હૈ, હમેં જીના આયા નહીં,
હર ચીજ મેં નશા ભરા હૈ, હમે પીના આયા નહીં.
****************** 35 ******************