________________
******
આઠેય આત્માઓ પરસ્પર સંબંધીત છે.
દ્રવ્યાત્મા કષાયાત્મા હોય છે અને ના પણ હોય, પરંતુ કષાયાત્મા નિયમા દ્રવ્યાત્મા હોય છે. મોહકર્મથી ઘેરાયેલો આત્મા નિયમથી કષાયાત્મા હોય છે. સિદ્ધાત્મા યોગ વિનાના હોવાથી યોગાત્મા નથી પરંતુ દ્રવ્યાત્મા છે જ. યોગાત્મા છે તે પણ નિયમથી દ્રવ્યાત્મા છે. સમ્યગ્દષ્ટિ જીવો જ્ઞાનાત્મા છે, સિદ્ધના જીવો જ્ઞાનાત્મા છે અને નિયમા દ્રવ્યાત્મા હોય જ. કેવલી જીવો ઉપયોગાત્મા છે.
>>>
૧. ચારિત્રાત્મા સૌથી ઓછા અને સંખ્યાત છે, ૨. જ્ઞાનાત્માઓ અનંત છે સિદ્ધ અને સમગ્રદૃષ્ટિની અપેક્ષાએ, ૩. તેનાથી અનંતગુણા કષાયાત્મા, ૪. તેનાથી વિશેષાધિક યોગાત્મા, અયોગીની અપેક્ષાએ વીર્યાત્મા વિશેષાધિક, ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા, દર્શનાત્માની સંખ્યા સરખી છે.
માકંદીપુત્ર અણગારના પ્રશ્નો ભગવતી સૂત્રસાર : ભાગ-૩
રાજગૃહી નગરનું ‘ગુણશિલક' નામે ચૈત્ય ઉદ્યાન હતું. ભગવાન મહાવીર નગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ, પર્ષદાઓ ભરાણી, ધર્મોપદેશ થયો.
તે કાળે, તે સમયે, શ્રમણ મહાવીર સ્વામીના એ માકંદીપુત્ર અણગાર હતાં. સ્વભાવથી ભદ્ર પરિણામી, ઉપશાંત, ક્રોધ-માન-માયા-લોભને પાતળા ક૨ના૨ા, માર્દવ તથા આર્જવ ગુણને આત્મસાત્ કરનારા, ગુરુની આજ્ઞા પ્રમાણે સંયમ ધર્મને પાળનારા, વિનય-વિવેકપૂર્વકની પર્યુપાસના કરનારા હતાં. તે મુનિએ સમવસરણમાં આવી વંદન-નમનપૂર્વક પૂછ્યું કે,
સ્થાવર જીવો મનુષ્ય અવતાર મેળવીને મોક્ષે જાય?
શકે છે?
હે પ્રભુ, પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક જીવો કાપોત લેશ્યામાં રહ્યું છતાં, ત્યાંથી મરણ પામી સીધે સીધા શું મનુષ્ય અવતારને પામી શકે? અંતે ઘાતીકર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન મેળવી મોક્ષમાં જનારા થઈ
****************** *** ******************