________________ પૃથ્વીકાય શરીર કેવડું મોટું? એક સોયની અણી ઉપર અસંખ્ય રહે તેવડું! (ભગવતી સૂત્ર શ.૧૯). 60. આકાશ પ્રદેશો કેવડાં હોય? એક નાના ટપકાંને લખવામાં અસંખ્ય આકાશ પ્રદેશો જગ્યા આપે છે. પ્રત્યેક સમયે એ પ્રદેશો બહાર કાઢતાં અસંખ્ય વર્ષો, પલ્યોપમો, સાગરોપમો, અરે! અસંખ્ય કાળચક્રો વીતે તો પણ બધા પ્રદેશો બહાર ન આવે. (નંદી સૂત્ર) 61. 14 પૂર્વનું જ્ઞાન વિશાળ, વિપુલ, તીક્ષ્ણ, બુદ્ધિના સ્વામીને હોય. આશ્વર્ય એ છે કે 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર બાળ અણગારને પણ હોઈ શકે. અલ્ય કાળમાં 14 પૂર્વ શીખી પણ લે. એ બાળ અણગારને 4 જ્ઞાન પ્રગટે અને આહારક શરીર પણ બનાવી શકે ! (ભગવતી સૂત્ર : શ.૨૪) જૈનમ્ જયતિ શાસનમ્