________________ નરકે અને તંદુલીયો મત્સય મન અને કાયાથી કર્મબંધ કરે ને જાય સાતમી નરકે. (ભગવતી સૂત્ર : શ.૨૪) 55. ખબર છે કે પુદ્ગલ દ્રવ્ય સદા પરિવર્તન પામે? દરેક દારિક પુદ્ગલ અસંખ્ય કાળે અન્ય પુદ્ગલ બની જાય. વેક્રિય પુદ્ગલ અન્ય વર્ગણારૂપ બને. આ શાહીના પુગલ એકવાર કર્મરૂપે તમારા આત્માને ચોંટેલા હતા. (ભગવતી સૂત્ર : શ.૧૨) પ૬. સર્વશ્રેષ્ઠ સ્થાન સિદ્ધ ક્ષેત્ર, સર્વ અધમ ૭મી નરક અસંખ્યાત વર્ષોમાં જેટલા સિદ્ધ થાય તેથી વધુ 1 સમયમાં નરકમાં જવાવાળા મળે. (પત્રાવણા સૂત્ર) 57. શ્વાસ વિના જીવન સંભવે? અનંતા જીવોએ અનંતકાળ સુધી શ્વાસ ગ્રહણ કર્યો નથી અને મૃત્યુ પામ્યા છે. વનસ્પતિકાય જીવોમાં એવા એવા અનંતા જીવો છે જે શ્વાસ પર્યાપ્તિ બનાવતાં બનાવતાં જ મૃત્યુ પામે છે. આવું અનંતવાર અનંત ભવોમાં કરે છે. (ભગવતી સૂત્ર : શ.૨૪) 58. સાગરનું પાણી કેવું હોય? ખારૂં ને? ના. અસંખ્ય સાગરો છે. તેમાં લવણ સમુદ્ર આદિ 7 સમુદ્રોને બાદ કરતાં બાકીના સર્વ સમુદ્રોનું પાણી શેરડીના રસના સ્વાદવાળુ છે. કાલોદધિ, પુષ્કર, સ્વયં ભૂરમણ સમુદ્રોનું પાણી સાદા પાણીનાં સ્વાદવાળું છે. વારૂણી સમુદ્ર : મદીરા સમાન છે. ધૃત સમુદ્ર : ઘી સમાન છે. (જીવાભિમગ સૂત્ર) 59. અસંખ્ય નિગોદનાં શરીર જેવડી કાયા 1 વાયુ કાયની. અસંખ્ય વાયુકાય શરીર જેવડી કાયા 1 તેઉકાયની. અસંખ્ય તેઉકાય શરીર જેવડી કાયા 1 અપકાયની. અસંખ્ય અપકાય શરીર જેવડી કાયા 1 પૃથ્વીકાયની. -kkkkkkkkkkkkkkkkkk 452 ===========kkkkk