________________
બે શબ્દો અનુમોદનાના” આપની અનુમોદના, શોભે જેમ મોતીની માળા, શણગારતી શુભ ભાવથી, આ ગ્રંથના શ્રુતકંઠને, કૃતજ્ઞતાની ઓથે રહી, કરું હું ભીના ભાવથી આભાર દર્શન ઉર્જા સભર, પ્રસન્ન મને આપને.
કલ્પના.
શ્રુતાનુરાગી વિજયભાઈ,
શ્રત ભીની આંખોમાં વીજ ચમકે પુસ્તકનું તમે સંકલન કર્યું એ ઘણી આનંદની વાત છે. પુસ્તકના પાનામાં શું હશે તેનો વિચાર ન કરતાં તેના નામની ચર્ચા કરીશું તો ખોટું નહીં ગણાય.
શ્રત – એટલે સમ્યગુજ્ઞાન. મોક્ષ માર્ગનો પરિચય.
ભીની આંખો – જ્ઞાનનું અધ્યયન કરનારના નેત્ર જન્મ-મરણ સુધારવા માટે ભીના થાય એ જ જરૂર છે.
વિજ ચમકે – મેઘ-વરસાદનું આગમન વિજળીના ચમકારાથી સમજી શકાય, તેમ જ્ઞાનના અનુભવથી, મનન, ચિંતનથી જીવનમાં જાગૃતિ આવે. આત્મા પરમાત્મ પદનો અધિકારી બને એ નિશ્ચિત છે.
| વિજયભાઈ તમારી અદૃશ્ય ભાવના પૂર્ણ થાય, શાસનદેવ તમોને યશ આપે એ જ ભાવના.
પ્રવર્તક મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી
ધર્મલાભ
માગસર સુદ-૧૩ કલ્યાણ