________________
અધિક નહીં. મળ્યા બાદ ક્યારેય જતું નથી અને દુઃખ ક્યારેય આવતું નથી.
અનંત સુખ આત્મામાં છે. ૪. સ્વતંત્ર બનવાની ઈચ્છા ? પરતંત્રતા ગમતી નથી. બાહ્ય સ્વતંત્રતા બધી
મળી ગયા પછી પણ આ શરીરનું બંધન જ એ પ્રકારનું છે કે શરીર માટે રોટલી, Pizza, Pav Bhaji જોઈએ. પૈસા જોઈએ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ. અશરીરિ બનીએ તો જ સ્વતંત્રતા પૂરેપૂરી મળે. બધા મને સ્વાધીન રહેવા જોઈએઃ આ ઈચ્છાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વ યુદ્ધો ખેલાયા છે. પણ તોય ઈચ્છા પૂરી થતી નથી. કેવળજ્ઞાનીની એક જ અવસ્થા છે જેમાં એક હજાર વર્ષ પછી પણ આ કાર્ય થશે, આ બનાવ બનશે. એ જ્ઞાનમાં જોયું હોય તેવું અને એ પ્રમાણે જ બને છે. સમગ્ર વિશ્વ એક અપેક્ષાએ કેવળજ્ઞાનીઓએ એમના જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે જ ચાલે છે. અતઃ આપણે કેવળજ્ઞાનના ધણી થઈએ તો આપણા જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ ચાલશે.
આમ આપણું મૂળ રૂપ અનંતજ્ઞાન, અવ્યાબાધ સુખ, અનંત આનંદ, અનંત શક્તિમય અને શાશ્વત છે. તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રયોજન સિદ્ધ થાય. માટે પરમ ધ્યેય, લક્ષ્ય છે આત્મસ્વરૂપ પ્રગટ કરવું. આટલું લક્ષ્યાંક કરીને સાધના થાય તેને “પ્રણિધાન” કહેવાય. આત્મસ્વરૂપના અનુભવનો પરમ આનંદ અંતે સર્વ કર્મોનો ક્ષય કરાવવામાં નિમિત્ત બની મોક્ષ પ્રાપ્ત કરી આપે છે.
દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ હતી એટલે શ્રીપાળ રાજાની સર્વ આરાધના સફળ થઈ. નિશ્ચય અને વ્યવહાર બંને નય એક જ રથના બે પૈડાં છે. બંનેની જરૂર છે.
નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરી પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રને પાર. * અરિહંતો ઉપકારનાં ભંડાર છે.
સિદ્ધ ભગવંતો સુખનાં ભંડાર છે. Kakkkkkkkkkkkkkkkk ૧૫૬ kkkkkkkkkkkkkkkkkk