________________
આચાર્ય ભગવંતો આચારનાં ભંડાર છે. ઉપાધ્યાય ભગવંતો વિનયનાં ભંડાર છે. સાધુ ભગવંતો સહાયનાં ભંડાર છે. પાંચેય પરમેષ્ટિ દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપમય છે. સમ્યગદર્શન સભાવનાઓનો ભંડાર છે. સમ્યગૂ જ્ઞાન સવિચારોનો ભંડાર છે. સમ્મચારિત્ર સદ્વર્તનનો ભંડાર છે.
સમ્યગુતપ સંતોષનો ભંડાર છે. - સત્સંગ વિના વિવેક નથી, વિવેક વિના ભક્તિ નથી, ભક્તિ વિના મુક્તિ નથી, મુક્તિ વિના સુખ નથી.
કાલચષિ પુત્ર પાર્શ્વનાથ ભગવાનનાં શિષ્ય કાલયવેષિ પુત્ર નામના અણગારે મહાવીર સ્વામીના શિષ્યોને પ્રશ્નો પૂછ્યા કે નીચેનાં પદોના અર્થો જણાવો. જ સામાયિક : દીક્ષા લીધી તે ક્ષણથી આયુષ્યના છેલ્લાં ક્ષણ સુધી સમભાવે
રહેવું અને નવા કર્મોને ઉપાર્જન કરવા નહીં તે સામાયિક અને તે સામાયિકનો અર્થ છે. પ્રત્યાખ્યાન ઃ નવકારશી, પૌરૂષી (પારસી), સાઢ પોરસી, ચઉવિહાર, ગંઠસિ, મુઠસિ આદિ પચ્ચકખાણોનાં નિયમ રાખવા. જેથી આશ્રવ દ્વાર બંધ થાય. સર્વથા નિયમ વિનાનો ગમે તેવો જ્ઞાની હશે તો પણ એ આશ્રવ દ્વાર
બંધ કરી શકે તેમ નથી. જ સંયમઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના જીવોનું
રક્ષણ કરવું, તેને સંયમ કહેવાય છે. * સંવર : પાંચે ઈન્દ્રિયોને તથા મનને સમિતિ અને ગુપ્તિ નામના સંવર
(કર્મને આવતા રોકતાં) ધર્મમાં જોડવા માટે પ્રયત્નશીલ રહેવું. =================^ ૧૫૭ -KNEF==============