________________
>>>
܀
>>>
વિવેક : વિશેષ પ્રકારે જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધનિર્જરા અને મોક્ષ. આ નવે તત્ત્વોને જાણવા, શ્રદ્ધામાં સ્થાપિત ક૨વા અને આચરણમાં લાવવા માટે જ પ્રયત્ન કરવો, તે વિવેક કહેવાય છે. આનાથી ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો તથા ક્રિયાઓનો ત્યાગ કરાશે અને મન, વચન, કાયા, અરિહંત દેવનાં ધર્મ પ્રત્યે સંયુક્ત થશે.
વ્યુત્સર્ગ ઃ શરીર અને ઈન્દ્રિયોનો વ્યુત્સર્ગ કરવો એટલે કાયાની માયા છોડી મન, વચન તથા શરીરને ઘડી - અડધી ઘડી માટે ધ્યાન તથા જાપમાં જોડવો, જેનાથી અનાદિકાલીન શરીર ઉપરનો મોહ ઓછો થશે.
܀
નિંદા અને ગર્હા : થયેલા પાપોની નિંદા કરવી, વિશેષ પ્રકારે નિંદા કરવી, ગુરુ સાક્ષીએ એ પાપોની નિંદા અને ગર્હા કરનાર સાધક પાપોથી, પાપ કર્મોથી મુક્ત બનશે.
:
આધા કર્મ : સાધુને આશ્રીને ફળ-શાક આદિ અચિત્ત કરાય, સચિત્ત વસ્તુને પકાવાય. સાધુ મ. માટે જ મકાન નિર્માણ કરવું, કાપડ બનાવવું, ગોચરી તૈયાર કરવી આવી કોઈપણ આરંભવાળી ક્રિયા કરાય (સાધુ માટે) તે આધા કર્મ. સાધુ માટે જ ખાસ તૈયાર કરેલ વસ્તુ જેમાં આરંભ રહેલો છે તે બધા આધા કર્મ કહેવાય છે.
ઈર્યાપથિકિ અને સાંપરાયિકિ ક્રિયા :
ઈર્યા = જવું, પથ = માર્ગ. અર્થાત્ જે જવાનો માર્ગ છે તે ઈર્યાપથ કહેવાય. તેમાં થયેલી ક્રિયા તે ઈર્યાપથિકિ ક્રિયા. અર્થાત્ માત્ર શરીરના વ્યાપારથી થતો કર્મબંધ.
જેના વડે પ્રાણી સંસારમાં ભમે તે સંપરાય અર્થાત કષાય. તે કષાયોથી જે ક્રિયા થાય તે સાંપ૨ાયિકી અર્થાત્ કષાયોથી થતો કર્મબંધ.
ઈરિયાપથિકિ ક્રિયાનું કારણ અકષાય છે. કષાય વિનાની સ્થિતિ છે. સાંપ૨ાયિકિ ક્રિયાનું કારણ કષાય છે, કષાયવાળી સ્થિતિ છે. બંને પરસ્પર વિરુદ્ધ ક્રિયાની ઉત્પત્તિ એક જ કાળે એક જ જીવમાં ના હોઈ શકે. ****************** 942 ******************