________________
જીવની પ મુખ્ય ઈચ્છાઓ મક જીવની ૫ મુખ્ય ઈચ્છાઓ :
૧. જીવની પહેલી ઈચ્છા જીવવાની છે. (સૌથી પ્રબળ ઈચ્છા) ૨. જીવની બીજી ઈચ્છા જ્ઞાન મેળવવાની છે. ૩. જીવની ત્રીજી ઈચ્છા સુખ મેળવવાની છે. ૪. જીવની ચોથી ઈચ્છા સ્વતંત્ર બનવાની છે.
૫. જીવની પાંચમી ઈચ્છા બધા મને આધીન રહેવા જોઈએ. ૧. જીવવાની ઈચ્છાઃ સો વર્ષની ઉંમર થાય તો ય થોડું વધારે જીવવાનું મનુષ્ય
પ્રયત્ન કરે. દેવલોકમાં પલ્યોપમથી સાગરોપમનાં આયુષ્ય છતાં મૃત્યુ આવે એ ગમતું નથી. મૃત્યુ ક્યારેય ન આવે અને શાશ્વત જીવન મળે તે માટે આપણું મૂળભૂત આત્મ સ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. ત્યાર બાદ જ શાશ્વત જીવવાની ઈચ્છા પૂરી થાય છે. જ્ઞાન મેળવવાની ઈચ્છાઃ આખું જગત ફરી આવીએ તો પણ, છ ખંડની પ્રદક્ષિણા કરી આવીએ પછી યે નવું જાણવાની (જ્ઞાન મેળવવાની) ઈચ્છા સંતોષાતી નથી. આપણી અંદર એક જ્ઞાન એવું બેઠું છે જેના વડે સર્વ જીવ અને સર્વ પુદ્ગલના ત્રણે કાળના સર્વ પર્યાયોને એક સમયમાં જાણી શકાય. આ લોકાલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઈચ્છા પૂરી થતી જ નથી. એ ઈચ્છા પરિપૂર્ણ કરવા કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું
જરૂરી છે. ૩. સુખ મેળવવાની ઈચ્છા ? કેવી ઈચ્છા? કોઈની પાસે મારાથી અધિક સુખ
ન હોવું જોઈએ. મારી પાસે ૫ કરોડ છે, બાજુવાળા પાસે ૧૦ કરોડ છે એ વિચારે એ ૫ કરોડનું સુખ પૂરે પૂરું ભોગવી શકતા નથી. આપણને એવું સુખ જોઈએ છે જે મળ્યા પછી જાય જ નહીં. એમાં જરાય દુઃખનું મિશ્રણ
ના જોઈએ. સિદ્ધ જીવોને દરેકને એક સરખું જ સુખ હોય છે, ઓછું કે ==============Ksx ૧૫૫ - Ekkkkkkkkkkkkkkk