________________
સમકિત
રાગ : ચેત ચેત નર ચેત કરે નહિ ફરિયાદ ને, રહે સદાય પ્રસન્ન ચિત્ત, આર્તધ્યાનથી દૂર રહે, જે પામી ગયા સમકિત. પંકજ સમ સંસારમાં, રાખે અનેરી રીત, હૃદયમ્ વાણી વદે, જે પામી ગયા સમકિત. જિન આજ્ઞાની વાડમાં જે રહી થાયે સ્થિત, સડસઠ ફૂલો ખીલવી રહે જે પામી ગયા સમકિત. શ્રધામાં “શ્રદ્ધાંધ' બનું પ્રભુ, પ્રગટે અનુપમ પ્રિત, આ ભવમાં ભાવિત થઈને હું પણ પામું સમકિત. જે સમક્તિ પામી ગયા, તેનો સંસાર સીમિત, અર્ધ પુગલ પરાવર્ત કાળે, “શિવપુરમાં અંકિત.
“શ્રધાંધ”