________________
મહાવીર... મન મારૂં મોહ્યું રે મહાવીરમાં અહિંસાનાં આતમ એવા મહાવીરમાં... ભરત ચક્રવતી પુત્ર મહાવીરમાં ઋષભદેવના પૌત્ર મહાવીરમાં... મન..
નયસારના ભવે મુનિઓને ભોજન કરાવ્યું નવકાર મંત્રે સમકિત ધરાવ્યું વીરડાનું સીંચન કર્યું ભવરણમાં... મન મારૂં ખોયું રે મહાવીરમાં... મન...
મરિચિના ભવમાં ચારિત્ર વગોવાયું વાસુદેવના ભવે કાને સીસે રેડાવાયું સમકિત ઝળહળ્યું નંદન મુનિના ભવમાં
પુરૂષાર્થની બલિહારી રે જીન શાસનમાં. મન.. ઉપસર્ગો સહ્યાં તપ કરી કર્મો ખપાવ્યાં સમતાની ટોચે તીર્થકર પદ પાયા અનેકાંત દૃષ્ટિએ જીવોને ઉજાળ્યા ખોવાયું “શ્રદ્ધાંધ' મન “જીન મહાવીરમાં...
ભરત ચક્રવર્તી પુત્ર મહાવીરમાં અહિંસાના આતમ એવા મહાવીરમાં
“શ્રદ્ધાંધ” 16/05/2002
=================K ૩૨૨ -KNEF==============