________________
***
ખાધેલાં બધા આહારનું લોહી બનતું જ નથી પણ લોહીને યોગ્ય પુદ્ગલોનું જ લોહી બને છે. બાકીનો આહાર જે રસરૂપે બનેલો છે તે વિષ્ટા, મૂત્ર, પરસેવો, નખ, વાળ, નાક, આંખનાં મેલ દ્વારા બહાર નીકળી જાય છે.
પ્રમાદનાં આઠ પ્રકાર
ક્રિયા પાંચ પ્રકારે
પ્રમાદ ઃ કષાયિકી ભાવના, વિકથા કરવાનું કુતૂહલ, આહાર સંજ્ઞાની લાલસા, સ્વપ્નશીલતા તથા વૈયિક ભાવ.
܀
-
પ્રમાદ આઠ પ્રકારે બતાવવામાં આવ્યા છે :
૧. અજ્ઞાન, ૨. સંશય, ૩. મિથ્યાજ્ઞાન, ૪. રાગ, ૫. દ્વેષ,
૬. મતિભ્રંશ, ૭. ધર્મમાં અનાદ૨, ૮. યોગો અને દુર્ધ્યાન.
જે કરાય તે ક્રિયા પાંચ પ્રકારે છે.
૧. કાયિકી : જીવ વધ કરવા માટે શરીર સંબંધી હલન-ચલન, ગમનઆગમન વગેરે. જીવનમાં રાગ-દ્વેષ-મોહ-કુતૂહલ-અનંતાનુબંધી ક્રોધમાન-માયા-લોભ અને અજ્ઞાનનું જો૨ હોય છે, ત્યારે પરાઘાત કરે છે. ૨. અધિકરણિકી : જેના વડે જીવ નીચ ગતિ તરફ જાય તે અધિકરણ. પરાઘાત માટે તી૨-બરછી-તલવાર-લાકડી-છરી. જીવોને ફસાવવા ખાડા-જાળ આદિ વડે થતી ક્રિયા.
.
૩. પ્રાદ્વેષીકિ : દ્વેષમય જીવ મારવા દુષ્ટભાવ, ધૃણાભાવ કરવો.
૪. પરિતાપનિકી : જીવને પરિતાપ કરે.
૫. પ્રાણાતિપાતિકી : જીવોના પ્રાણ હણાય તે ક્રિયા.
કાંક્ષા મોહનીય કર્મ
કાંક્ષા મોહનીય કર્મનો ઉદયકાળ થતાં જીવ માત્રને જિનેશ્વર ભગવાનના વચનો પ્રત્યે દેશથી અથવા સર્વથી શંકાઓ થાય છે. બીજા દર્શનો ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ધાર્મિક અનુષ્ઠાનોનાં ફળમાં સંશય થાય છે.
ગીતાર્થ ગુરુઓના સમાગમમાં આવી શંકા આદિ દૂષણો ટાળવા જોઈએ.
****************** 363 ******************