________________
અરિહંત વંદનાવલિ
| (છંદ હરિગીત) બહુશ્રુત ચિંતનાચાર્ય કૃત પ્રાકૃત સ્તોત્રનો ગુજરાનુવાદમાંથી
| સ્વાધ્યાય : રવિવાર, ઓગસ્ટ ૧૦, ૨૦૦૮ દીક્ષા કલ્યાણકઃ નિર્મલ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન સહેજે દીપતાં, જે પાંચ સમિતિ ગુપ્તિ ત્રયની રયણમાળા ધારતાં; દશ ભેદથી જે શ્રમણ સુંદર ધર્મનું પાલન કરે,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! લોકોપકારઃ
જે બીજ ભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના, ઉપન્નઈ વા વિગમેઈ વા ધુવેઈ વા મહાતત્ત્વના; એ દાન સુ-શ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! તીર્થ સ્થાપનાઃ
જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમ કો છે નહીં; જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! જીવનના બધા પાસાઓને વાસ્તવિક સ્વરૂપે જોવા અને વાસ્તવિક સત્યોને સ્વીકારવા. આ અવસ્થા તે વૈરાગ્ય. આગ હોવા છતાં આગને ન માનીએ તો દઝાય જ. સંસાર છોડવા જેવો, સંયમ લેવા જેવું. મોક્ષ મેળવવા જેવો માનવો તે વૈરાગ્ય.