________________
>>>>
܀
܀
܀
શરૂઆતથી જોતા શીખ્યા છીએ. જ્ઞાનીઓ પદાર્થને અંતથી ઓળખવા કહે છે. તળીયાને (લબ્ધિમનને) વાંચતા જ નથી. સપાટીને જ વાંચીએ છીએ. માન્યતા બદલવાની ક્રિયા અપુનર્બંધક અવસ્થાથી શરૂ થાય છે. દ્વિબંધક, સુકૃત બંધક, અપુનર્બંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, માર્ગાનુસારી, ચમયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ, સમકિત. મનનું સ્વરૂપ દર્શન : સારામાં રુચિ, ખરાબમાં અરુચિ. જીવની માન્યતા રુચિ-અરુચિ સાથે વણાઈ ગઈ છે. પાપ પુણ્યનાં અનુબંધ રુચિ-અરુચિને લીધે ચાલુ જ હોય છે.
અશુભ ભાવો લબ્ધિમનની ગંદકીનો ઉભરો છે. માન્યતા જેટલી અશુભ તેટલાં જીવનાં પાપનાં અનુબંધ તીવ્ર!
ગમતાં કામમાં સમય જતો રહે છે. આત્મા પાછળ રહી જાય છે. ‘સ્વદ્વેષી’ બની ગયા છીએ!
લબ્ધિમનનો પહેલો ભાગ માન્યતા, બીજો ભાગ છે પરિણતિ - પ્રકૃતિમાં વણાઈ ગયેલા શુભાશુભ ભાવો.
ઉપયોગ મનમાં એક સાથે વિરોધી વિચાર નહીં કરી શકો. લબ્ધિમનમાં તે વિરોધી વિચારો તો કાયમ સાથે ! ત્યાં ઉદારતા પણ હોય સાથે લોભવૃત્તિ
પણ.
દેહ-ઈન્દ્રિય-મન :
દેહ ઃ શરીરની ગંદકી, થાક, ભૂખ-તરસનું કામ ચલાઉ નિવારણ કરવું તેનું નામ દેહ-સુખ.
૮૪ લાખ યોનિના સર્વ જીવોનું મૂળભૂત આ જ સ્વરૂપ છે. ફકત યોનિ પ્રમાણે માત્ર બદલાય. સહુથી વધુ ભૂખ-તરસ-થાક-ગંદકી (૧) નરકગતિમાં તીવ્ર, (૨) પશુઓમાં ઓછી તીવ્ર, (૩) મનુષ્યોમાં એનાથી ઓછી, (૪) દેવોમાં સૌથી ઓછી.
****************** 26 ******************