________________
એક બાજુ દેહમાં ભૂખ-તરસ-થાક-ગંદકી-આદિ દુઃખોનું ઉત્પાદન અને સંચય અવિરત ચાલે. બીજી બાજું તેના Temporary Reliefના ઉપાયો જેવી ભોગની ક્રિયા જેનાથી સુખનો આભાસ થયા કરે!
આ જડ જગતનું વેધક સત્ય છે. ભૌતિક સુખની પ્રક્રિયા અંગે આ અબાધિત નિયમ છે.
ઈન્દ્રિયોનું સ્વરૂપ કે શરીરની ભૂખ કરતાં હજાર, લાખ ગણી ભૂખ ઈન્દ્રિયોની છે. આંખ, કાન,
નાક, જીભ, સ્પર્શની માંગ ક્યારેય પૂરી થતી નથી. જ શરીરની ભૂખ જો સગડી જેવી છે તો ઈન્દ્રિયોની ભૂખ ભઠા અને Boiler
સમાન છે! ઈન્દ્રિયોની ગંદકી પણ કેવી? આંખમાંથી પીયા, ચામડીમાંથી પરસેવો, નાકમાંથી લીંટ. કોઈ સારી વસ્તુ તેના સંબંધમાં લાવો તે પણ ગંદી થઈ જાય. મહારાજા, દેવતા, શાલીભદ્ર જેવા શ્રેષ્ઠિ, અનુત્તર દેવો બધાના સુખમાં આ ૪ કારણો જ છે. ભૂખ-તરસ-થાક-ગંદકી, ઈન્દ્રિયની ભૂખ વિકરાળ. મનનું સ્વરૂપઃ જાણવા જેવું મુખ્ય. મનની ભૂખ કલ્પનાતીત છે. સારું ખાઈ જઠરમાં નાખીએ તો તૃપ્તિ થાય પણ “સ્વાદ'નો સંગ્રહ કરાવાની મનની ભૂખ કાયમ બનેલી છે. કષાયો મનની ભૂખના જુદા જુદા પ્રકારો છે. મન સળગતા અને ભારેલા અગ્નિ જેવું છે. સળગતા અગ્નિમાંથી જવાળા સમાન ઉપયોગ મનનાં કષાયો છે. ભારેલો અગ્નિ રૂપ લબ્ધિમનની પરિણિતઓ છે. જે જે સંસ્કારો ધરબાઈને અંદર પડયા છે. ભારેલ અગ્નિ જેવા છે. Master Key જે તમને ફૂલાવી શકે, તમારી પાસેથી બધું જ કરાવી શકે. મનની ભૂખ સંતોષાય એટલે જીવ બળદીયાની જેમ કામ કરવા તૈયાર થઈ જાય. અવાજ ઘોઘરો હોય પણ વખાણનો અવાજ હોય તો મન તૃપ્ત થાય છે. કાન તૃપ્ત થતાં નથી.
*