________________
****
***
પાપની પ્રવૃત્તિના ‘સંસ્કાર’ જીવ સાથે જ રહે છે. શ૨ી૨ છૂટે પણ સંસ્કાર છૂટતાં નથી.
ગુરુ શિષ્યના માથે હાથ મૂકી કહે છે. ‘નિત્યારગ પારગાહોહ’ તમે દુઃખના દરિયા તરી જલદી પા૨ પામો.
શાંતિ સમાધિ અણમોલ છે. શાંતિ માટે બધું છોડવા રાજી થવાનું છે. જીવનની શ્રેષઠતા શાંતિમાં છે. ખોટી દોડાદોડ અશાંતિ ઊભી કરશે, સ્વાસ્થ્યમાં અંતરાય ઊભા કરશે.
જીવનમાં પરોપકા૨ ક૨વા જેવો છે. જીવન વ્યવસ્થામાં આનંદ આપનારો એ ગુણ છે. અન્યના દોષો કાઢી યાદ કર્યા ક૨વાથી જીવન વ્યવસ્થામાં તીરાડ પડે છે. અવિનીત (અવિવેકી, અવિનયી) જીવોને ગળીયા બળદની ઉપમા આપી છે. આજ બળદ ખીલે બાંધ્યા હોય ત્યાંથી ખીલો ઉખેડી ભાગવાની શક્તિ હોય પણ ગાડું આરામથી ખેંચી શક્યો હોય તે વખતે બેસી જાય અને આદતથી દુષ્ટ બન્યો. ૫૨નું કામ ક૨વામાં અપંગ થઈને બેઠો. ગર્ગઋષિના શિષ્યો બધા ગળીયા બળદ જેવા, તનથી ખરાબ નહીં પણ મનથી ખરાબ હતા. શિષ્યો કામચોર હતા. મહાવી૨ ભગવાનની વાતો સમજો. ધર્મની ક્રિયામાં પાછા પડતા નહીં. ધર્મક્રિયા જ મોક્ષ અપાવશે. સ્વયં માટે ધર્મ સાધના કરવાની છે.
નાગાર્જુન અને પાદલિપ્તસૂરિ :
નાગાર્જુને સ્વર્ણસિદ્ધિનો રસ સિદ્ધ કર્યો. તેને તુંબડીમાં ભરી પોતાના ગુરુ પાદલિપ્તસૂરિજીને પ્રથમ ભેટ તરીકે તે મોકલ્યો. ગુરુએ તેને મહત્ત્વ ન આપ્યું, તુંબડું ઢોળાઈ ગયું. નાગાર્જુન તો એ જોઈને રોવા લાગ્યો. તમે બેદરકારીથી દુર્લભ એવો સુવર્ણસિદ્ધિ ૨સ ઢોળી નાખ્યો. કેટલાય મણ સોનું બનતે. સિદ્ધપુરુષને હું શું જવાબ આપીશ? નાગાર્જુને પૂછ્યું.
ગભરા નહીં. પાદલિપ્તસૂરિએ પોતાનો પેશાબ તુંબડીમાં ભરીને આપ્યો. તારો રસ તને પાછો. તે લઈને નાગાર્જુન ચાલ્યો, ગુરુની ઉપેક્ષા કેમ કરાય ? ****************** 19 ******************