________________
***
ચોરે કહ્યું, યુવરાજ! મને પણ ત્યાં ભગવાન પાસે લઈ જાવ તો તમારો મોટો ઉપકાર. તમે ઘણાં ઉત્તમ છો, પ્રભુ તો પુરુષોત્તમ છે. સર્વશ્રેષ્ઠ છે. આ દિવ્યભૂતિ જો ખોઈ નાખી, જતી કરી તો સહેજે એ પાછી મળવાની નથી. હું આપના શરણે જાઉં છું, તમારો ખૂબ ઉપકાર.
યુવરાજ કહે, હું તને અહિં લાવ્યો ને તું મને શાનો છોડે છે ? હું પણ તારી સાથે જ તો આવ્યો છું. બંને નાચતાં-કૂદતાં પ્રભુના ચરણકમળમાં સમર્પિત થઈ ગયા. દીક્ષા લઈ અણગાર થયા. નાનકડું ઘર છોડી મોટી દુનિયાના સ્વામી થઈ ગયાં!
સાધુ ઘર કરે નહીં અને કરાવે નહીં... એ તો સિંહની જેમ નિર્ભય! નાગાર્જુન અને પાદલિપ્તસૂરિની કથા
ભ. મહાવીરની અંતિમ દેશનામાંથી સાભાર
ગુરુ યા મહારાજ સાહેબને પૃચ્છા અતિ વિનયથી ક૨વાની હોય છે. તેઓ કહે તેને અંત૨ના પટ ઉઘાડીને સાંભળી લઈએ તો અંદરનું લોઢું બધું જ સોનું થઈ જાય. ભગવાન અને તમારા વચ્ચે કાંઈ જ અંતરાય નથી.
સ્નેહ, પ્રીતિ, શ્રદ્ધા પ્રગટવાથી સુપાત્રને, યોગ્યને આપણું બધું જ આપી દેવાનું મન થાય ને દીધા પછી આનંદ સમાય નહીં, ઉભરાયા કરે. આમ કરવાથી અપૂર્વ સામર્થ્યયોગ પ્રગટ થશે. તીર્થંકર અરિહંતના ૧૨ ગુણ યાદ કરી પ્રભુજીને રોજ ૧૨ ખમાસણા આપજો. તમારું સૌભાગ્ય વધી જશે. હાથ-પગ-શરીર અતિ સ્વસ્થ અને સુંદર મળશે. બાહુબલીજીને આમ જ કેવળજ્ઞાન થયેલું. તમે ભાવ ઉત્તમ રાખજો. બાહુબલી જેવું સામર્થ્ય મળશે.
લૈલાને જોવા મજનુની આંખો જોઈએ. બાદશાહને લૈલામાં સામાન્ય છોકરી દેખાઈ અને મજનુને આખી દુનિયા, અપ્સરા દેખાઈ. દ્રષ્ટિની દેન છે ! તમે સારા હશો તો આખો સંઘ સારો થશે. ધર્મના નામે માંગણી, ઉપાય, અશાંતિ ઊભા નહીં કરવાના. રાડો પાડીને નહીં, દાખલો બેસાડીને તમારી ભાવના જણાવો. દેતાં, છોડતાં, નિભાવતા શીખો.
****************** 194 ******************