________________
ધુંઆપૂંઆ થતાં એણે તુંબડી ફગાવી દીધી જે પત્થરની શીલા પર પટકાઈ ને આખી શીલા સોનાની થઈ ગઈ. નાગાર્જુનને ખબર પડી કે અંતરની સિદ્ધિ પાસે દુનિયાની કોઈ સિદ્ધિ વિસાતમાં નથી. મારો રસ ફક્ત તાંબાને સોનું બનાવી શકે જ્યારે ગુરુ મહાત્માનો પેશાબ પત્થરને પણ સોનું કરે. એમ વિચારતાં ગુરુ પાસે જઈ પગે પડ્યો.
શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને તપથી સિદ્ધિ અને સમૃદ્ધિ પમાતા, તમે ધારો તો સોયના નાકા જેવા છિદ્રમાંથી નીકળી રહો. તમારું લાખ જોજનનું શરીર કરી શકો. પાણી પર ચાલી શકો અને ધરતીમાં ડૂબકી પણ. અહિં ઊભા ઊભા મેરૂપર્વતને સ્પર્શી શકો અને હવામાં ઊડી શાશ્વતા દહેરાનાં દર્શન પણ કરી શકો.
વૈભવ ગુણનો અને ભક્તિનો મહિમા ઉપયોગમય છે. વખત પર આપેલો સાથ માણસ ક્યારેય નહી ભૂલે. પરહિત ચિંતા મહાન ગુણ છે. ગર્ગાચાર્યના મહાન શિષ્યો સુખશીલતામાં પડી ગયા. માણસ સ્વયંને ગમતું એકદમ છોડી શકતો નથી.
ભગવાન શું કહે છે? ભગવાન કહે છે તમે ઘણાં દુઃખી છો, તમારા દુઃખને હું જાણું છું, તેને દૂર કરવાના ઉપાય પણ હું જાણું છું. કારણ કે, “હું તમારી વચ્ચે રહ્યો છું, આ બધા જ દુઃખો મેં સહન કર્યા છે. મેં પણ ઘણાં મા-બાપ કર્યા છે, મને તમારી તકલીફની ખબર છે.”
દુઃખથી છૂટવું એટલું કઠિન નથી પણ સુખથી છૂટવું ઘણું મુશ્કેલ છે. તમારી પાસે તો છોડવા માટે કાંઈ નથી. આવડો મોટો સૌધર્મેન્દ્ર તમારે ત્યાં અવતરવા માટે ૩૨ લાખ વિમાનની સંપદા છોડવા રાજી છે. ઘણો મોંઘો અવતાર છે આપણો. હાથીને ક્યારેય ઉડવાનો કે સમડીને ક્યારેય તરવાનો વિચાર જ ન આવ્યો. પણ માણસને આકાશમાં ઉડવાનો અને પાતાળમાં પેસવાનો વિચાર આવ્યો. એ ઊડ્યો અને ઊંડે ઊતર્યો પણ ખરો. પ્રશ્ન થયા એટલે જિજ્ઞાસુ બન્યો. જીવ મુમુક્ષુ બન્યો તો મોક્ષ પણ પામ્યો. Kakkkkkkkkkkkkkkkk ૧૧૭-kkkkkkkkkkkkkkkkkk