________________
જંબુસ્વામીએ પૂછ્યું કે, ઉત્તરાધ્યયનનું ૩૦મું અધ્યયન ‘તપોગતિ માર્ગનો શો અર્થ કહ્યો છે? તેમણે કહ્યું છે કે, અનાશ્રવી થજો. જીવ-અજીવ, પુણ્ય-પાપ અને પાંચમું તત્ત્વ આશ્રવ છે. તમે આશ્રવ વિનાના થજો.
પ્રાણીનો વધ, જૂઠાણું, ચોરી, મૈથુન (અબ્રહ્મ) અને પરિગ્રહ તેમજ રાત્રિભોજન ત્યાગી, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળો, કષાય વિનાનો, જિતેન્દ્રિય, ગારવ વિનાનો ૩ આસક્તિઓ (ઋદ્ધિગારવ, શાતાગારવ, રસગારવ) અને ૩ નિઃશલ્ય (માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય) થયેલો આત્મા નિરાશ્રવી થાય છે.
લાખો વર્ષો સુધી ઉપાર્જિત કરેલા દુષ્ટ કર્મો દૂર કરવા પાછા લાખ વર્ષોની જરૂર પડવાની નથી. લાકડાંના ગંજ જેવા દુષ્ટ કર્મો છે તેનો તપસ્યાની ચિનગારી કરોડો ભવનાં પાપોનો સહેજે નાશ કરે છે. પ્રભુએ કેવું તપ કર્યું? તમારે પણ કરવાનું છે. તપ વિના મુક્તિ નથી. મારી મરીને, પડી પડીને પણ તપ કરવાની આદત પાડજો.
દર્પણ જેવા થજો. દર્પણ કંઈ જ પકડતું નથી. જે તેની સામે આવે તેવું તદાકાર થઈ જાય. વસ્તુ ખસતાં દર્પણ વળી કોરું, આત્માની જેમ.
ચરણ : આંતરિક સંપદા આચરણ જ તમારા જીવનની આંતરિક સંપદા છે.
ચરણ વિધિ = આચરણ આત્માને આચરણનું જ શરણ છે. એ વાત, જે આત્માને પરમ સુખી કરનાર છે.
ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૧મા અધ્યયનથી અચલ, અખંડ અને અમલ પ્રભુતાના ધણી મહાવીર ભગવાન ૧-૨-૩-૪ આદિ વસ્તુઓ જે આત્માને ઉપયોગી છે તે આંતરિક સંપદા (Internal Prosperity) સમજાવે છે.
૧ આત્મા ઃ અમર, અવિનાશી.
૨ બંધનઃ રાગ અને દ્વેષના બંધન, પ્રીત અને ધિક્કાર વગેરે. =================^ ૧૧૮ -KNEF==============