________________
નવકાર મહામંત્ર * સર્વોપરિ સ્થાન ધરાવનાર અતિ મહત્ત્વનો પવિત્રત્તમ મંત્ર છે, શક્તિશાળી
શ્રેષ્ઠ મંત્ર છે, શાશ્વતો મંત્ર છે. * ૪ આગમિક નામ:
૧. શ્રી નવકાર મહામંત્ર, ૨. નમસ્કાર મહામંત્ર,
૩. શ્રી પંચપરમેષ્ઠિ મહામંત્ર, ૪. પંચ મંગલ મહાશ્રુત સ્કંધ * ૯ પદ અને આઠ સંપદા છે. * આઠ સંપદા મહા સિદ્ધિદાયક છે. * ૬૮ અક્ષરો ૬૮ તીર્થ સમાન છે. ૪ ૬૮ અક્ષરોમાં ૭ ગુરુ અને ૬૧ લઘુ અક્ષરો છે. * દરેક અક્ષરે ૧૦૦૮ વિદ્યાઓ રહેલી છે. * પ્રથમ પાંચ પદમાં પંચ પરમેષ્ઠિ ભગવંતોનો સમાવેશ થાય છે. જગતમાં આ પાંચથી શ્રેષ્ઠ કોઈ પદ છે જ નહીં. વ્યક્તિ-વાચક પદો નથી, ગુણવાચક પદો
છે, માટે સનાતન છે. * નવકાર મંત્રનો એક અક્ષર ૭ સાગરોપમના પાપોનો નાશ કરવા સમર્થ છે. ધર્મનું બીજ
પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે, જ્યાં સુધી જિનેશ્વરનું વચન સત્ય જ છે, એવી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી આત્મા આગળ વધી શકતો નથી. આને જ ધર્મનું બીજ કહ્યું છે. નવકાર મંત્ર ક્યારે ફળે ?
મનમાં ગાંઠ ના હોય તો જ નમકાર મંત્ર ફળે. મનમાં ગાંઠ હોય તે કેમ ખબર પડે?
જ્યારે જ્યારે અનુકૂળતા ગમે અને પ્રતિકૂળતા ના ગમે ત્યારે સમજવાનું કે, મનમાં ગાંઠ રહી છે. સહનશક્તિ વધારવાથી ગાંઠ ઢીલી પડે છે. તેને માટે જીવનમાં
=================K ૨૦ -KNEF==============