________________
સંયમ-ચારિત્રને ભાવતાં ભાવતાં...
(રાગ ભૂપાલી) (સરલ શુદ્ધ થર રાગ ભૂપાલી, મધ્ધમ નિષાદ વર્જીત છે આત્મ સ્વરૂપે પ્રગટ કરનકો સુરવર, મુનિ, ભૂપ ગાવત છે.)
લેવા જેવું ના લીધું મેં, સંયમ ચારિત્ર આ ભવમાં છોડવા જેવો છોડ્યો નહીં, ખારો સંસાર મેં આ ભવમાં...
લેવા જેવું.. શાશ્વત સુખને સમજ્યો નહીં તું રાચ્ય સહુ સુખ આભાસમાં મેળવવા જેવો ક્યાંથી મળે તને મોક્ષ દૂષિત આ મારગમાં
લેવા જેવું.. દસ દષ્ટાંતે દુર્લભ એવો માનવ ભવ એળે જાય ના.. શ્રદ્ધાંધ' ચહે દોષ નિવારણ, આત્મ ઉજાગર અંતરમાં..
લેવા જેવું.
શ્રદ્ધાંધ'
૨૦૧૦
દિપ્તીબહેનની દીક્ષા બાદ અનુપ્રેક્ષા રૂપે વિચારતાં જે પ્રેરણા થઈ તેના અનુસંધાનમાં લખાયું..
==============% ૧૯
======
====