________________
દશાઓ આત્માતી...
અંતર આત્મદશા સુખ માણવા માટે બહિરાત્માને મૂળથી પીછાણવો પડશે પરમ પરમાત્મ પદને પામવા માટે મહાત્માની અવસ્થા સાધવી પડશે...
અંતર આત્મદશા...
બહિરાત્મા રહે આસક્ત, પુદ્ગલનાં પ્રવાહોમાં કરે એ ક્ષુદ્રતા, તિ લાભમાં, દીનતા અલાભોમાં ભૂલ્યો તું મૂર્ખ થઈ, મત્સર બની, ભયમાં ને શઠતામાં અવસ્થા મૂઢતાની તો હવે બસ નાથવી પડશે....
અંતર આત્મદશા...
બહિરાત્મા રહે લપટાઈને મોહાંધ સંસારી રહે સંસારમાં, અંતર આત્મા, સમકિત આધારી ત્યજી સંસાર સાધુ મહાત્મા, મનથી છે અણગારી દયામાં હાથ આ ‘શ્રદ્ધાંધ’નો બસ ઝાલવો પડશે...
અંતર આત્મદશા...
‘શ્રદ્ધાંધ’
Apr. 2005
પ.પૂ. પં. શ્રી નયવર્ધન વિજયજી મહારાજા લિખિત ‘આત્માથી પરમાત્મા’ પુસ્તકના આધારે પ્રેરણામાં પલળતાં લખાયું...
****************** 22 ******************