________________
જ મોક્ષમાર્ગની પ્રથમ ભૂમિકા અપુનબંધક અવસ્થા જે ક્ષયોપશમ ભાવથી
પ્રગટે છે! મોહનીય કર્મની ઉ. સ્થિતિ ક્યારેય પાછી નહીં બાંધે. કારણ?
આત્મામાંથી એ દોષ કાયમ માટે નાશ થઈ ગયો છે. જ બધા દોષોનું મૂળ ક્યાં? મોહમાં મોહ લીલોછમ કેમ છે?
મોહનું મૂળિયું હજુ અનહદ પોષાય છે. તે ક્યું મૂળિયું? મિથ્યાત્વ. જ મિથ્યાત્વનું મૂળિયું ક્યું? “ગ્રંથિ' સમકિતમાં ગ્રંથિભેદ થઈ જતાં મિથ્યાત્વનું
મૂળિયું ભેદાઈ જાય છે. ગ્રંથિનું મૂળિયું ક્યું? સંસારનો સહજ રાગ,કદાગ્રહ, સંસારની રસિકતા.
જે આને તોડી શકે તે અપુનર્બધ અવસ્થાને પામે પામે પામે જ. જ ૮૪ લાખ યોનિનું અવલોકન કર્યું છે?
રાજા ઈન્દ્ર કે ચક્રવર્તી સોને દુઃખ છે. વૈરાગ્ય નહીંતર ના લે. ક જન્મ એટલે શું? દેહ, ઈન્દ્રિય, મનનો સંયોગ તે જન્મ. જન્મ દુઃખનું નિમિત્ત
છે. મૃત્યુનો સવાલ પણ જન્મ માટે જ છે. સંસારરૂપી રોગનું નિદાન શું? મોહ, જડ પ્રત્યેનું આકર્ષણ આદિના ભાવોને ધીરે ધીરે નિર્બળ અને ક્ષય કરવા તે છે. દુનિયામાં રાગદ્વેષ બે પ્રકારના : (૧) કૃત્રિમ (૨) અકૃત્રિમ. ખરો રાગ ૧. કામચલાઉ, ઓપચારિક જડ પરનો, વ્યકિત પરનો રાગદ્વેષ, શરીર
પ્રત્યેનો. ૨. અસલી સહજ વિના પ્રસ્તને થતો રાગ ભૌતિક સુખબુદ્ધિનો. રાગદેષની તીવ્રતા એ જ મિથ્યાત્વની ગાંઠ. આને પ્રભાવે વિવેક ભૂલે છે.
એકવાર મિથ્યાત્વની ગાંઠ ભેદાય પછી ફરી ન જ બંધાય. જ શ્રાવકના મનમાં પૈસાના સાધનો થતો ધર્મ કરતાં ઉચો ધર્મ કરવા જેવો
છે તે ઠસાયેલું હોવું જોઈએ. જ સુખની નિંદા શાસ્ત્રમાં છે જ નહીં. જે સુખ નથી મળ્યું તે પમાડવા માટે
જ ધર્મ છે.